સ્પોર્ટસ

મનુ ભાકર અને નીરજ ચોપડા પણ શું કામ પાછળ રહી જાય!

ફોગાટે 100 ગ્રામ વજનની બબાલનો આ રીતે મોટો ફાયદો ઉઠાવ્યો…

નવી દિલ્હી: કુસ્તીબાજ વિનેશ કોગાટ પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને નામના તો ન મેળવી શકી, પરંતુ લોકપ્રિય જરૂર થઈ ગઈ. તેણે આ લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું હોવાનું મનાય છે. ફોગાટે પોતાની એન્ડોર્સમેન્ટ ફી (એક બ્રૅન્ડ દીઠ) રૂપિયા 25 લાખથી વધારીને રૂપિયા 75 લાખ અથવા રૂપિયા એક કરોડ જેટલી કરી હોવાનું મનાય છે.

પૅરિસમાં 50 કિલો વર્ગની ફ્રીસ્ટાઈલ કુસ્તીની ફાઇનલ પહેલાં ફોગાટનું વજન 100 ગ્રામ વધુ હોવાથી તેને ગેરલાયક ઠરાવવામાં આવી હતી. ત્યારે તે પોતાને કમનસીબ માનતી હશે, પરંતુ હવે તેને ‘લૅડી લક’નો સપોર્ટ મળવા લાગ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર તેણે પોતાની એન્ડોર્સમેન્ટ ફીમાં 200થી 300 ટકાનો તોતિંગ વધારો કર્યો છે.

ફોગાટ મેડલ વિના પછી આવી હોવાથી ઇનામમાં તેને ખાસ કંઈ નથી મળ્યું, પણ મનુ ભાકર અને નીરજ ચોપડાએ ઇનામમાં કરોડો રૂપિયા મેળવ્યા પછી લોકપ્રિયતા વધવાના સેલિબ્રેશનમાં પોતાની એન્ડોર્સમેન્ટ ફી ઘણી વધારી દીધી હોવાનું પણ મનાય છે.
મનુ ભાકર પૅરિસમાં શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતી હતી. ભાલાફેંકની હરીફાઈમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

મનુ ભાકરે એક બ્રૅન્ડ સાઈન કરવા માટેની ફી 25 લાખ રૂપિયાથી વધારીને 1.50 કરોડ રૂપિયા કરી હોવાનું મનાય છે. તેણે પોતાની ફીનાં રેટમાં છ ઘણો વધારો કર્યો છે. તેણે અગાઉ કરતાં ઘણી બ્રૅન્ડ પણ મળવા લાગી છે.
બીજી તરફ, નીરજ ચોપડા હવે એક બ્રૅન્ડ સાઇન કરવાના ત્રણથી ચાર કરોડ રૂપિયા લેતો હોવાનું મનાય છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button