સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને Good News આપ્યા આ મહિલા રેસલરે…

ભારતની ધાકડ મહિલા રેસલર વિનેશ ફોગાટનું નામ ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે એનું કારણ થોડું અલગ છે. પેરિસ ઓલમ્પિકમાં મેડલ ચૂકયા બાદ વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને ત્યાર બાદ તેણે રેસલિંગ છોડીને રાજકારણમાં હાથ અજમાવ્યો હતો. વિનેશ ફોગાટે કોંગ્રેસ જોઈન કરીને વિધાનસભામાં પોતાની કિસ્મત અજમાવી હતી. હવે આ મહિલા રેસલર લાઈમલાઈટમાં આવી ગઈ છે અને એનું કારણ છે તેણે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ. વિનેશ ફોગાટે આજે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રેગ્નન્સી એનાઉન્સ કરી છે. વિનેશ ફોગાટની આ પોસ્ટ જોત-જોતામાં જ વાઈરલ થઈ ગઈ છે અને ફેન્સ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
વાત કરીએ વિનેશ ફોગાટની પર્સનલ લાઈફ વિશે તો પ્રોફેશનલ લાઈફની જેમ તેની પર્સનલ લાઈફ પણ એકદમ રોલર કોસ્ટર રાઈડ જેવી હી છે. વિનેશ ફોગાટ અને તેના પતિ સોમવીરની પહેલી મુલાકાત રેલવેની નોકરી દરમિયાન થઈ હતી અને બસ પહેલી નઝર કા પ્યાર થઈ ગયો અને બંને જણે ઓગસ્ટ, 2018માં સગાઈ કરી અને ડિસેમ્બર, 2018માં જ લગ્ન પણ કરી લીધા હતા. વિનેશ ફોગાટ અને સોમવીરના આ લગ્ન ખૂબ જ પ્રાઈવેટ હતા.
લગ્નના પાંચ વર્ષ બાદ હવે વિનેશ ફોગાટ અને સોમવીરના જીવનમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થવા જઈ રહી છે. રેસલરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ ગુડ ન્યુઝ ફેન્સ અને ફેમિલી સાથે શેર કર્યા છે. પોતાની પોસ્ટમાં વિનેશે તેનો અને પતિનો ફોટો શેર કરતાં લખ્યું છે કે અમારી લવ સ્ટોરી એક નવા ત્રીજા ચેપ્ટર સાથે આગળ વધી રહી છે. વિનેશની પોસ્ટ પર ફેન્સ શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે. આ પોસ્ટ જોત-જોતામાં વાઈરલ થઈ રહી છે.
આ પણ વાંચો : બજરંગ અને વિનેશ ફોગાટ અંગે સાક્ષી મલિકે શું કહ્યું, પુસ્તકમાં કરી મોટી વાત…
વિનેશ ફોગાટે રેસિલિંગની દુનિયામાં અનેક મોટી મોટી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે, જેની નોંધ લેવી ઘટે. આ ઉપરાંત વિનેશ ફોગાટ રમતગમતની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ તરફથી વિનેશ ફોગાટને 2019માં નોમિનેટ કરવામાં આવી હતી અને આ એવોર્ડ માટે નોમિનેટ થનારી તે પહેલી ભારતીય સ્પોર્ટ્સ પર્સન બની હતી.