સ્પોર્ટસ

વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડાનો વિજય…

અમદાવાદઃ વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં સોમવારે હૈદરાબાદ (169/10) સામે મુંબઈ (25.2 ઓવરમાં 175/7)નો 148 બૉલ બાકી રાખીને ત્રણ વિકેટે વિજય થયો હતો. મુંબઈની જીતમાં બોલર્સ અથર્વ અંકોલેકર (55/4), આયુષ મ્હાત્રે (17/3) અને ટેસ્ટ ટીમમાં અશ્વિનના સ્થાને સિલેક્ટ થયેલા તનુશ કોટિયન (38/2) બાદ બૅટિંગમાં કૅપ્ટન શ્રેયસ ઐયર (44 અણનમ), તનુશ કોટિયન (39 અણનમ)ના મુખ્ય યોગદાન હતા.

આ પણ વાંચો : ગિલ કે જયસ્વાલ નહીં આ ખેલાડી બની શકે છે GOAT, દિનેશ કાર્તિકે કરી ભવિષ્યવાણી…

https://twitter.com/RcbianOfficial/status/1871138439225364919

અન્ય મૅચોમાં ગુજરાત (280/10)ની ટીમે ઓપનર આર્ય દેસાઈ (106) તથા ઉમંગ કુમાર (87)ના તેમ જ બોલિંગમાં ખાસ કરીને પ્રિયજીતસિંહજી જાડેજા (50/4), નાગવાસવાલા (63/1) અને ચિંતન ગજા (51/2)ના પર્ફોર્મન્સની મદદથી ઉત્તરાખંડ (49.4 ઓવરમાં 275/10) સામે પાંચ રનથી વિજય મેળવ્યો હતો.

The Cricket Pundits on X

આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી, હોસ્પિટલમાં દાખલ

અરુણાચલ પ્રદેશ (131/10) સામે સૌરાષ્ટ્ર (9.3 ઓવરમાં 132/2)એ આઠ વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચો : IND VS AUS Test: શાસ્ત્રીએ રોહિત શર્માને રણનીતિ બદલીને બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાની આપી સલાહ, શા માટે?

બરોડા (403/4)ની ટીમે નિનાદ રાઠવા (136), કૅપ્ટન કૃણાલ પંડ્યા (80 અણનમ), પાર્થ કોહલી (72) અને વિષ્ણુ સોલંકી (46)ના મુખ્ય યોગદાનોની મદદથી કેરળ (45.5 ઓવરમાં 341/10) સામે 62 રનથી વિજય મેળવ્યો હતો. કેરળના વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીન (104)ની સદી એળે ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button