વેન્કટેશ ઐયર 23.75 કરોડ રૂપિયાનો, કોલકાતાની ટીમમાં કર્યું કમબૅક…

જેદ્દાહઃ મધ્ય પ્રદેશના ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયર અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી નહોતો બની શક્યો, પણ તેને ઍક્ટર શાહરુખ ખાનની સહ-માલિકીના કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 23.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે જરૂર ખરીદી લીધો હતો. ખરેખર તો તેણે આ ટીમમાં પુનરાગમન કર્યું છે.
આ પણ વાંચો : પંત બન્યો આઈપીએલ ઑકશનનો સૌથી મોંઘો ખેલાડી, લખનઉએ 27 કરોડમાં ખરીદ્યો…
વેન્કટેશે પોતાના માટે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખી હતી. કેકેઆરની ડેસ્ક પરથી વેન્કટેશને ખરીદવા પ્રથમ બિડ મૂકવામાં આવ્યું હતું અને છેવટે કેકેઆરે જ તેને 23.75 કરોડમાં ખરીદી લીધો હતો.
ગયા વર્ષે કેકેઆરની ટીમ ચૅમ્પિયન બની હતી અને વેન્કટેશે એ વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે તેને રીટેન નહોતો કરવામાં આવ્યો.
વેન્કટેશને ખરીદવા લખનઊ તેમ જ બેન્ગલૂરુના ફ્રૅન્ચાઇઝીએ પણ ઝૂકાવ્યું હતું અને તેના પરની બોલી 23.75 કરોડ રૂપિયાના આંકડે પહોંચી ત્યારે બેન્ગલૂરુએ બૅક-આઉટ કરી દેતાં કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ વેન્કટેશને એ ભારે ખરીદી લીધો હતો.
આ પણ વાંચો : મેગા ઑક્શનમાં પહેલો ધડાકો અર્શદીપ સિંહે કર્યો, પંજાબે 18 કરોડમાં પાછો ખરીદી લીધો
29 વર્ષનો પેસ બોલર અને લેફ્ટ-હૅન્ડ બૅટર વેન્કટેશ ભારત વતી બે વન-ડે અને નવ ટી-20 રમી ચૂક્યો છે.