ટીમ ઇન્ડિયાના અણમોલ નાઈટ-વૉચમૅન આકાશ દીપને ઉત્તર પ્રદેશ સરકારની નોટિસ! | મુંબઈ સમાચાર

ટીમ ઇન્ડિયાના અણમોલ નાઈટ-વૉચમૅન આકાશ દીપને ઉત્તર પ્રદેશ સરકારની નોટિસ!

લખનઊ: ઇંગ્લૅન્ડમાં ભારતને ટેસ્ટ સિરીઝ 2-2ની બરાબરીમાં લાવી આપવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ સ્વદેશ પાછા આવ્યા પછી પેસ બોલર આકાશ દીપ (Akash Deep)ને થોડી અંગત મુશ્કેલી નડી છે. તેને ઉત્તર પ્રદેશ સરકારના પરિવહન વિભાગે એક નોટિસ (notice) મોકલી છે.

કહેવાય છે કે આકાશ દીપે હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચ.એસ.આર.પી.) વિના કાર ચલાવીને રાજ્ય સરકારના નિયમનો ભંગ કર્યો છે.

સરકારી વિભાગે સની મોટર્સ નામના કાર (car) ડીલરને પણ નોટિસ મોકલી હોવાનું મનાય છે. કહેવાય છે કે આ ડીલરે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કર્યા વગર તેમ જ એચ.એસ.આર.પી ફિટ કર્યા વિના આકાશ દીપને કાર (બ્લૅક ટૉયોટા ફોર્ચુનર) ડિલિવર કરી દીધી એ બદલ આ ડીલરની ડીલરશીપ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.

આકાશ દીપે ગયા અઠવાડિયે ઓવલમાં ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટના બીજા દાવમાં 94 બૉલમાં 12 ચોક્કાની મદદથી 66 રન કરીને ભારતને વિજય મેળવવામાં મોટું યોગદાન આપ્યું હતું.

આકાશ દીપે ખરીદેલી કાળા રંગની ટૉયોટા કાર 62 લાખ રૂપિયાની છે અને સોશિયલ મીડિયામાં તેને સૂર્યકુમાર યાદવ સહિત ઘણાના અભિનંદન પણ મળ્યા છે. તાજેતરમાં જ સ્પોર્ટ્સ હર્નિયાનું ઑપરેશન કરાવનાર સૂર્યાએ મીડિયામાં આકાશ દીપને શુભેચ્છા આપતા લખ્યું હતું કે, ‘ બહુત બહુત બધાઈ.’

આ પણ વાંચો…અચાનક યુવકને કેમ આવવા લાગ્યા વિરાટ કોહલી, ડિવિલયર્સના કોલ? રજત પાટીદાર સાથે છે કનેક્શન…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button