સ્પોર્ટસ

અમેરિકાની વર્લ્ડ કપ ટીમમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને સાઉથ આફ્રિકન મૂળના ખેલાડીઓ

ન્યૂ યૉર્કઃ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકાએ શુક્રવારે (ખૂબ મોડેથી) ટીમ જાહેર કરી હતી અને ફરી એક વાર ભારતીય મૂળનો ગુજરાતી ખેલાડી મોનાંક પટેલ અમેરિકા (USA)ની ટીમનું સુકાન સંભાળશે અને તેની ટીમમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન, શ્રીલંકા તેમ જ સાઉથ આફ્રિકન મૂળના ખેલાડીઓનો સમાવેશ છે.

2024ના ટી-20 વિશ્વ કપમાં પણ મોનાંક પટેલે (MONANK PATEL) જ યુએસએની ટીમનું સુકાન સંભાળ્યું હતું અને એ ટીમે લીગ રાઉન્ડમાં પાકિસ્તાનને ટાઇ બાદ સુપર ઓવરમાં પરાસ્ત કરીને સનસનાટી મચાવી દીધી હતી.

શ્રીલંકાનો 34 વર્ષનો સ્પિન-ઑલરાઉન્ડર શેહાન જયસૂર્યા 2020ની સાલ સુધી શ્રીલંકા વતી 12 વન-ડે અને 18 ટી-20 રમ્યો હતો, પરંતુ હવે તે અમેરિકા વતી રમવાનો છે. વર્લ્ડ કપમાં તે અમેરિકાની ટીમ વતી સ્પિન બોલિંગની મહત્ત્વની જવાબદારી સંભાળશે.

અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓમાં કૅપ્ટન મોનાંક પટેલ, સૌરભ નેત્રાવલકર, જસદીપ સિંહ, સાઇ તેજા મુક્કમાલા, મિલિંદ કુમાર, સંજય ક્રિષ્નમૂર્તિ, હરમીત સિંહ, નોસ્થુશ કેન્જિગે અને શુભમ રાંજણેનો સમાવેશ છે. અમેરિકી ટીમના પાકિસ્તાન મૂળના ખેલાડીઓમાં શેયન જહાંગીર, અલી ખાન અને મોહમ્મદ મોહસિનનો, શ્રીલંકન મૂળના ખેલાડીમાં શેહાન જયસૂર્યા અને સાઉથ આફ્રિકન મૂળના ખેલાડીમાં શેડલી વૅન સ્કૉલ્કવીક અને ઍન્ડ્રિસ ગોઉસનો સમાવેશ છે.

આ પણ વાંચો તિરુવનંતપુરમના મંદિરે પહોંચી ગયા ભારતીય ક્રિકેટરો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button