લૂંટારુઓએ ફૂટબોલરને લૂંટી લીધો, ટ્રકની પણ ચોરી કરીને ભાગી ગયા!

મેક્સિકો સિટીઃ ઉરુગ્વેના જાણીતા ફૂટબૉલ ખેલાડી નિકોલસ ફૉનેસ્કા અહીં એક ટૂર્નામેન્ટ માટે પ્રૅક્ટિસ કરવા માટે આવ્યો ત્યારે કેટલાક લૂંટારુઓ તેનો સામાન લૂંટી લીધો હતો તેમ જ તેની ટ્રક પણ ચોરી ગયા હતા. ચોર લોકોની ગૅન્ગ લૂંટ માટે આવી હતી અને ફૉનેસ્કા પર હુમલો કર્યો હતો જેમાં તેને કોઈ ઈજા નહોતી થઈ.
ફૉનેસ્કા મેક્સિકોની લીઓન ક્લબ માટે રમવા આવ્યો હતો. તેની સાથેની ચોરીની ઘટના લીઓન અને યૅલિસ્કો વચ્ચેના હાઇવે પર બની હતી.
આ પણ વાંચો: શોકિંગઃ બ્રાઝિલમાં મેચ પહેલા આર્જેન્ટિનાના બે ફૂટબોલ ચાહકોને ગોળી ધરબી દેવાઇ
આ ઘટનાના કલાકો બાદ ફૉનેસ્કાએ પોતાની ટીમ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી.
સ્થાનિક અખબારો અને અન્ય મીડિયામાં એવી અફવા ફેલાઈ હતી કે ફૉનેસ્કાનું અપહરણ થયું છે અને તેને દૂરના કોઈ વિસ્તારમાં એકલો છોડી દેવામાં આવ્યો છે. જોકે લીઓન ટીમના મૅનેજમેન્ટે આ વાતને અફવા ગણાવી હતી અને એના પર ધ્યાન ન આપવાની સૌને સલાહ આપી હતી.
લીઓન શહેરમાં ઉદ્યોગો અને કૃષિ માટે જાણીતું છે. જોકે મેક્સિકોના 32 રાજ્યોમાંથી લીઓનમાં સદોષ મનુષ્ય વધના કિસ્સા સૌથી વધુ બને છે. વર્ષોથી આ રાજ્યમાં યૅલિસ્કો અને સાન્તા રોઝા દ લિમા નામની બે ગૅન્ગ વચ્ચે ઘર્ષણ ચાલે છે.