ઇન્ટરનેશનલસ્પોર્ટસ

Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત

સાઓ પાઉલો: છેલ્લા ઘણા સમયથી યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પાછળ ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઉરુગ્વેના એક 27 વર્ષીય ફૂટબોલરને મેચ દરમિયાન મેદાન પર હાર્ટ એટેક આવ્યો હતો, જેને કારણે તેનું મોત નીપજ્યું છે.

નેશનલ ક્લબનો હિસ્સો રહેલો હુઆન ઇઝક્વીર્ડો(Juan Izquierdo) 5 દિવસ પહેલા એટલે કે 22 ઓગસ્ટે બ્રાઝિલમાં સાઓ પાઉલો સામે રમી રહ્યો હતો. મેચ દરમિયાન છાતીમાં દબાણ ઉપાડતા હુઆન અચાનક મેદાન પર પડી ગયો હતો. એમ્બ્યુલન્સ દ્વારા તેને તાત્કાલિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હતી, 5 દિવસ પછી હુઆનનું અવસાન થયું.

ડોકટરોએ એરિથમિયાને હુઆનના મોત માટે કારણભૂત ગણાવ્યું છે, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. એરિથમિયાને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે.

લેટિન અમેરિકાની પ્રતિષ્ઠિત ક્લબ ટુર્નામેન્ટ કોપા લિબર્ટાડોર્સ(Copa Libertadores)ની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સાઓ પાઉલો (São Paulo FC) સામે ઉરુગ્વેની નેશનલ ક્લબ(Club Nacional de Football) માટે રમી રહ્યો હતો ત્યારે હુઆન ઇક્વિઆર્ડોને હાર્ટ એટેક આવ્યો હતો. મેચની 84મી મિનિટે હુઆન અચાનક મેદાન પર પટકાયો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને વેન્ટિલેટર પર રાખ્યો હતો. હોસ્પિટલમાં 5 દિવસ સારવાર બાદ પણ તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો, આ પછી તેનું મૃત્યુ થયું.

ઉરુગ્વેના નેશનલ ક્લબે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. ક્લબે Instagram પર હુઆનનો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પોસ્ટ કરી લખ્યું કે: “ખુબ જ દુઃખ સાથે ક્લબ નેશનલ ડી ફૂટબોલ જાણ કરે છે કે આપણો પ્રિય ખેલાડી હુઆન ઇક્વિઆર્ડો હવે રહ્યો નથી.”

ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ પણ જુઆન ઇક્વિઆર્ડોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે નિવેદનમાં કહ્યું કે તે ઉરુગ્વેના ફૂટબોલર જુઆન ઇક્વિઆર્ડોના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button