IPLમાં ન ખરીદાયેલા ખેલાડીઓ પર પાકિસ્તાની લીગમાં જોવા મળશે!
મુંબઈ: ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સફળતા બાદ અન્ય દેશોમાં પણ ક્રિકેટ લીગ શરુ કરવામાં આવી છે. IPLમાં પાકિસ્તાનના ખેલાડીઓને સ્થાન નથી આપવામાં આવતું, પાકિસ્તાની ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગ(PSL)માં રમતા જોવા મળે છે. આ લીગની 10મી સિઝન આવતા વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતથી મે મહિનાના મધ્ય સુધી રમાશે, ભારતમાં આ સમયગાળામાં દરમિયાન IPL રમાતી હશે. PSLની આગામી સિઝનમાં એવા ખેલાડીઓ જોવા મળી શકે છે, જેમને તાજેતરમાં યોજાયેલા IPLમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા ન હતાં.
PSLની 10મી સીઝનનો ડ્રાફ્ટ 11 જાન્યુઆરીએ યોજાશે. સામાન્ય રીતે આ લીગનો ડ્રાફ્ટ જાન્યુઆરી પહેલા યોજવામાં આવે છે પરંતુ આ વખતે વિલંબનો અર્થ એ છે કે ટૂર્નામેન્ટ શરૂ થવામાં પણ વિલંબ થશે. આ વખતે આ લીગનું આયોજન IPLના સમયે જ કરવામાં આવશે.
આ ખેલાડીઓ IPL માટે વેચાયા:
આઈપીએલની હરાજીમાં ઘણા ખેલાડીઓ વેચાયા ન હતા. આ ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, આદિલ રાશિદ, એલેક્સ કેરી, કેશવ મહારાજ, શાઈ હોપ, ડોનોવન ફેરારા, ડેરીલ મિશેલ, જોની બેરસ્ટો, અકીલ હુસૈન વગેરેનો સમાવેશ થાય છે.
એક આહેવાલ મુજબ PSL ટીમના માલિકો ઈચ્છે છે કે PCB આ ખેલાડીઓના એજન્ટો અને બોર્ડ સાથે વાત કરીને PSL 2025 માટે તેઓ અવેલેબલ રહેશે કે એની પુષ્ટિ કરે.
Also Read – સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓએ બાબરને ઉતારી પાડતી ટિપ્પણીઓ લખી
ઈંગ્લેન્ડના ખેલાડીઓ મુશ્કેલી ઊભી કરી શકે છે:
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના નિયમોને કારણે ત્યાંના ખેલાડીઓ માટે લીગમાં રમવું મુશ્કેલ થઈ ગયું છે. બોર્ડ IPL સિવાયની કોઈપણ લીગમાં રમવા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને NOC આપવા તૈયાર નથી. T20 બ્લાસ્ટ 29મી મેથી શરૂ થશ, 4 એપ્રિલથી કાઉન્ટી ચેમ્પિયનશિપ શરુ થશે, આજ સમયે PSL શરુ થશે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ માટે સમગ્ર સિઝનમાં ઉપલબ્ધ રહેવું મુશ્કેલ બનશે. પીએસએલ માટે આ એક મોટો ફટકો છે કારણ કે લીગમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની સંખ્યા ઘણી વધારે છે.