સ્પોર્ટસ

જુનિયર એશિયા કપમાં ભારતે જાપાનને તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાનું શરૂ કરી દીધું…

શારજાહ: અન્ડર-19 એશિયા કપ વન-ડે સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે અહીં યુએઈમાં પાકિસ્તાન સામેની પ્રથમ મૅચના પરાજય સાથે આરંભ કર્યા બાદ સોમવારે જાપાનને 211 રનના તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાની શરૂઆત કરી દીધી હતી.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ વન-ડે માં જીત્યા પછી પણ રમતા રહ્યા, જાણો શા માટે…

જાપાનની ટીમે 340 રનના મહાકાય લક્ષ્યાંક સામે 50 ઓવર સુધી ભારતીય બોલર્સનો સામનો કર્યો હતો, પરંતુ આઠ વિકેટે તેમના માત્ર 128 રન બની શક્યા હતા.

ભારતનો કેપ્ટન મોહમ્મદ અમાન (122 અણનમ, 118 બૉલ, સાત ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. ત્રણ બોલર (ચેતન શર્મા, હાર્દિક રાજ, કેપી કાર્તિકેય)ના પણ વિજયમાં મહત્ત્વના યોગદાન હતા. ત્રણેયે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ યુધજિત ગુહાએ મેળવી હતી.

જાપાનના ઓપનર હુગો કેલીના 50 રન ટીમમાં હાઈએસ્ટ હતા જે તેણે 111 બૉલમાં બનાવ્યા હતા.

ચાર્લ્સ હિન્ઝ 68 બૉલમાં 35 રન બનાવીને અણનમ રહ્યો હતો.

એ પહેલાં, ભારતની અન્ડર-19 ટીમે બૅટિંગ મળ્યા પછી 50 ઓવરમાં છ વિકેટે 339 રન બનાવ્યા હતા.

મુંબઈનો આયુષ મ્હાત્રે (54 રન, 29 બૉલ, ચાર સિક્સર, છ ફોર) 186.20ના સ્ટ્રાઇક-રેટ સાથે આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો.

જોકે, સાથી ઓપનર અને આઈપીએલમાં રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદેલો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી (23 રન, 23 બૉલ, એક સિક્સર, એક ફોર) મોટી ઇનિંગ્સ રમવામાં ફરી નિષ્ફ્ળ ગયો હતો. પાકિસ્તાન સામે તે એક જ રનમાં આઉટ થયો હતો.

આ પણ વાંચો : IND vs AUS: બીજી મેચમાં રોહિત ઓપનીંગ નહીં કરે! લોઅર ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે…

જાપાન સામે કાર્તિકેયનું બેટિંગમાં પણ યોગદાન હતું. તેણે 49 બૉલમાં 57 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button