એશિયા કપના આયોજન પર સંકટના વાદળો, બીસીસીઆઈએ ઢાકામાં બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી : એશિયા કપના આયોજન મુદ્દે બાંગ્લાદેશના ઢાકામાં 24 જુલાઈના રોજ એશિયાઈ ક્રિકેટ બોર્ડની ( એસીસી) બેઠક યોજાવાની છે. જોકે, આ મીટીંગના મુદ્દે મુંઝવણભરી સ્થિતિ પેદા થઈ છે. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત અનેક બોર્ડે બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના પગલે બેઠકના સામેલ નહી થવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ પણ
આ અંગે વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે જો બેઠક ઢાકામાં આયોજિત કરવામાં આવશે તો ભારત તેમાં સામેલ નહી થાય.
બીસીસીઆઈએ આ નિર્ણય ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વધતા તણાવના પગલે લીધો છે. જોકે, તેમ છતાં એસીસી અધ્યક્ષ મોહસિન નકવી ઢાકામાં જ બેઠક કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ભારત પર દબાણ વધારવાનો પ્રયાસ
ભારત ઉપરાંત શ્રીલંકા, ઓમાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આ બેઠકમાં સામેલ નહી થાય. તેમણે પણ મીટીંગના સ્થાનને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ ઉપરાંત બીસીસીઆઈના સુત્રોએ જણાવ્યું છે કે, આ બેઠક ત્યારે જ સંભવ છે જયારે બેઠકનું સ્થળ બદલવામાં આવે. એસીસી અધ્યક્ષ મોહસિન નકવી ખોટી રીતે ભારત પર દબાણ ઉભું કરવા માંગે છે. અમે સ્થાન બદલવા અંગે રજૂઆત કરી છે. પરંતુ હજુ કોઈ જવાબ મળ્યો નથી.
એશિયા કપના આયોજન પર સંકટના વાદળો
ઉલ્લેખનીય છે કે, આ બેઠકના સ્થળના ગતિરોધના પગલે સપ્ટેમ્બર માસના યોજાનારા એશિયા કપના આયોજન પર સંકટના વાદળો ઘેરાયા છે. કારણ કે એસીસીના બંધારણ મુજબ મુખ્ય ક્રિકેટ બોર્ડની ભાગીદારી વિના લીધેલા નિર્ણય અમાન્ય છે. તેથી હાલના તબક્કે તો આ બેઠકના સ્થળ અંગેનો વિવાદ યથાવત છે.
આ પણ વાંચો…BCCI માટે IPL બની સોનાની ખાણ! BCCIની રેકોર્ડબ્રેક કમાણીમાં IPLનો સિંહફાળો