સ્પેનમાં જશન… ઇંગ્લૅન્ડમાં ઉદાસીનતા
મૅડ્રિડ: સ્પેન વિક્રમજનક ચોથી વખત યુઈફા યુરો ફૂટબૉલ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું એ સાથે મૅડ્રિડ અને બાર્સેલોના શહેર સહિત સમગ્ર સ્પેનમાં રવિવાર રાતથી જ આનંદોતસ્વનું વાતાવરણ છે. બીજી તરફ, ઇંગ્લૅન્ડ ફરી એક વાર પહેલી જ વખત યુરોની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહેતા દેશભરમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે.
ફાઈનલ જંગમાં લગભગ છેક સુધી બન્ને ટીમ 1-1ની બરાબરીમાં હતી. જોકે 86મી મિનિટમાં મિકેલ હોયર્ઝાબલે ગોલ કરીને સ્પેનને 2-1થી સરસાઈ અપાવી હતી અને સ્પેન એ જ સ્કોર સાથે વિજયી થયું હતું.
આ પણ વાંચો: સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન
મિકેલ છેવટના તબક્કામાં કેપ્ટન અલ્વેરો મોરાટાના સ્થાને સબ્સ્ટિટયૂટ તરીકે રમવા આવ્યો હતો અને સ્પેનની ટીમને વિજય તરફ તથા ઇંગ્લૅન્ડની ટીમને પરાજય તરફ દોરી ગયો હતો.
આ પણ વાંચો: સ્પેનને યુરોની ફાઇનલમાં પહોંચાડનાર ટીનેજરને નાનપણમાં કોણે નવડાવ્યો હતો જાણો છો?
સ્પેને તમામ સાત મેચ જીતીને ટ્રોફી પર કબજો કર્યો અને આખી ટૂર્નામેન્ટમાં કુલ 15 ગોલ પણ કર્યા. યુરોમાં સ્પેનના આ બે નવા રેકોર્ડ છે.
ફૂટબૉલનું જન્મસ્થાન ઇંગ્લૅન્ડ ગણાય છે, પરંતુ આ જ દેશ હજી સુધી યુરોપનું આ સૌથી મોટું ટાઈટલ નથી જીતી શક્યો.