Euro 2024 Finalના પાંચ શ્રેષ્ઠ ફાઈનલ જંગ ક્યા?

બર્લિન: જર્મનીમાં એક મહિનાથી ચાલી રહેલા ફૂટબૉલ ફેસ્ટિવલનો અંત બહુ નજીક આવી ગયો છે. આવતી કાલે (રવિવારે) સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યે) ફાઈનલ મુકાબલો શરૂ થશે. અહીં આપણે યુરો ચેમ્પિયનશિપની બેસ્ટ પાંચ ફાઈનલ વિશે જાણીશું.
આ વખતની યુરો સ્પર્ધા અલગ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇટલી, યજમાન ટીમ જર્મની તેમ જ સૌથી ડૅન્જરસ ફ્રાન્સની ટીમ વહેલી સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
સ્પેન અને ઇંગ્લૅન્ડ કેવી રીતે પહોંચ્યા ફાઇનલમાં?
સ્પેન
(1) લીગમાં ક્રોએશિયા સામે 3-0થી વિજય
(2) લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇટલી સામે 1-0થી વિજય
(3) લીગમાં આલ્બેનિયા સામે 1-0થી વિજય
(4) પ્રી-કવોર્ટર ફાઈનલમાં જ્યોર્જીયા સામે 4-1થી વિજય.
(5) કવોર્ટર ફાઈનલમાં યજમાન જર્મની સામે 2-1થી વિજય.
(6) સેમિ ફાઈનલમાં ફ્રાન્સ સામે 2-1થી વિજય
ઇંગ્લૅન્ડ
(1) લીગમાં સર્બીયા સામે 1-0થી વિજય
(2) લીગમાં ડેન્માર્ક સામે 0-0થી ડ્રો
(3) લીગમાં સ્લોવેનિયા સામે 0-0થી ડ્રો
(4) પ્રી-કવોર્ટર ફાઈનલમાં સ્લોવેકિયા સામે 2-1થી વિજય
(5) કવોર્ટર ફાઈનલમાં સ્વિટઝરલૅન્ડ સામે 1-1ની બરાબરી બાદ પેનલ્ટીમાં 5-3થી વિજય
(6) સેમિ ફાઈનલમાં નેધરલૅન્ડ્સ સામે 2-1થી વિજય
યુરો ફૂટબોલની બેસ્ટ પાંચ ફાઈનલ
(1) 2020માં ઇંગ્લૅન્ડ સામે ઈટલીનો 1-1ની ડ્રો બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી વિજય (મૅચ વિનર…બર્નાર્ડેસ્કી)
(2) 2016માં પોર્ટુગલનો ફ્રાન્સ સામે 1-0થી વિજય (મૅચ વિનર…એડર)
(3) 2012માં સ્પેનનો ઈટલી સામે 4-0થી વિજય (મૅચ વિનર્સ… સિલ્વા, અલ્બા, ટૉરસ, માટા)
(4) 1992માં ડેનમાર્કનો જર્મની સામે 2-0થી વિજય (મૅચ વિનર્સ…યેનસેન અને વિલ્ફોર્ટ)
(5) 1988માં નેધરલૅન્ડ્સનો સોવિયેત સંઘ સામે 2-0થી વિજય (મૅચ-વિનર… માર્કો વૅન બસ્ટેન)