સ્પોર્ટસ

UEFA Euro 2024ની સેમિ ફાઈનલમાં આવતી કાલે ઇંગ્લૅન્ડ-નેધરલૅન્ડ્સની ટક્કર

જાણી લો પ્રસારણનો સમય અને બન્ને ટીમના હેડ-ટુ-હેડ મુકાબલાની વિગત…

બર્લિન: જર્મનીમાં યુરોપિયન ફૂટબૉલની સૌથી મોટી સ્પર્ધા યુઇફા યુરો-2024માં આજે મંગળવાર, 9મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) પ્રથમ સેમિ ફાઈનલ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે રમાયા બાદ બીજી સેમિ ફાઈનલ આવતી કાલે બુધવાર, 10મી જુલાઈએ (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે.

શનિવારે દિલધડક કવોર્ટર ફાઈનલમાં ઇંગ્લૅન્ડ અને સ્વિટઝરલૅન્ડની ટીમની 1-1ની બરાબરી બાદ છેવટે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લૅન્ડનો 5-3થી વિજય થયો હતો. નેધરલૅન્ડસની ટર્કી સામેની કવોર્ટર ફાઇનલ પણ થ્રિલર બની હતી. એમાં નેધરલૅન્ડ્સે ટર્કીને 2-1થી હરાવીને 20 વર્ષ પછી ફરી એક વાર સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આવતી કાલે ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ ફાઈનલમાં પહોંચવા એકમેકથી ચડિયાતા પુરવાર થવા જંગે ચઢશે.

આ બન્ને દેશ પાંચ વર્ષમાં બીજી વાર સેમિ ફાઇનલમાં સામસામે આવી રહ્યા છે. છેલ્લે 2019ની નૅશન્સ લીગમાં નેધરલૅન્ડ્સનો ઇંગ્લૅન્ડ સામે એક્સ્ટ્રા-ટાઈમ બાદ 3-1થી વિજય થયો હતો.

છેલ્લી આઠમાંથી પાંચ મૅચમાં આ બંને ટીમ વચ્ચેની મૅચના પરિણામ 90 મિનિટના રેગ્યુલેશન ટાઈમ બાદ આવ્યા છે.
નેધરલૅન્ડ્સ 20 વર્ષે પહેલી જ વાર અને ઇંગ્લૅન્ડ સતત બીજી વાર સેમિ ફાઈનલમાં પહોંચ્યું છે.

કોણ કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચ્યું?

ઇંગ્લૅન્ડ
(1) લીગમાં સર્બીયા સામે 1-0થી વિજય
(2) લીગમાં ડેન્માર્ક સામે 0-0થી ડ્રો
(3) લીગમાં સ્લોવેનિયા સામે 0-0થી ડ્રો
(4) પ્રી-કવોર્ટરમાં સ્લોવેકિયા સામે 2-1થી વિજય
(5) કવોર્ટરમાં સ્વિટઝરલૅન્ડ સામે 1-1ની બરાબરી બાદ પેનલ્ટીમાં 5-3થી વિજય


નેધરલૅન્ડ્સ
(1) લીગમાં પોલૅન્ડ સામે 2-1થી વિજય
(2) લીગમાં ફ્રાન્સ સામે 0-0થી ડ્રો
(3) લીગમાં ઓસ્ટ્રીયા સામે 2-3થી હાર
(4) પ્રી-કવોર્ટરમાં રોમાનિયા સામે 3-0થી વિજય
(5) કવોર્ટરમાં ટર્કી સામે 2-1થી વિજય

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…