ઇન્ટરનેશનલસ્પોર્ટસ

UAE ‘ક્રિકેટ ફ્રેન્ડલી નેશન’ નહીં હોવા છતાં ક્રિકેટમાં શા માટે કરે છે રોકાણ?

ન્યૂ ઝીલેન્ડ પછી ફરી ટીમ ઈન્ડિયા આજે દુબઈમાં મેચ રમી રહી છે. દુબઈ ક્રિકેટ કંટ્રી નહીં હોવા છતાં ક્રિકેટના રોકાણ અંગે રસપ્રદ વાતો જાણવા મળે છે. ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભારત ઈતિહાસ રચવા માટે ઉત્સુક છે ત્યારે યુએઈ ક્રિકેટ માટેની મહત્ત્વની વાતો જાણીએ. યુનાઈટેડ આરબ અમિરાતસ (UAE)માં ભારતીય ટીમને રમવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. એક જમાનામાં શારજહામાં ભારતના ખેલાડીઓ ચોગ્યા-છગ્ગા મારતા જોવા મળતા હતા, પરંતુ યુએઈમાં સટ્ટાનું પ્રમાણ વધ્યા પછી ક્રિકેટ ક્રેઝ ધીમે ધીમે ઘટ્યો છે. 2001માં તો ભારત રમવાની મનાઈ કરી હતી. એવું પણ કહેવાય છે કે શારજહામાં સૌથી વધુ વન-ડે મેચનું આયોજન કરવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જાણીએ દુબઈના ક્રિકેટ કનેક્શનની અજાણી વાતોને.

Also read : UAEમાં યુપીની મહિલાને ફાંસીની સજા અપાયાની ભારત સરકારે પુષ્ટિ કરી; કાલે થશે દફનવિધિ

આઈસીસીનું હેડ ક્વાર્ટર હવે આવી ગયું દુબઈ
યુએઈ ક્રિકેટની મોટી મોટી ટૂર્નામેન્ટ માટે ફરથી યજમાની કરી રહ્યું છે અને હવે અનેક ઈવેન્ટમાં દુબઈમાં પણ યોજે છે, પરંતુ યુએઈ ક્રિકેટ ફ્રેન્ડલી નેશન નહીં હોવા છતાં ક્રિકેટમાં શા માટે કરે છે રોકાણ અને ફાયદો પણ થાય છે. યુએઈનો ભલે ક્રિકેટમાં કોઈ ઈતિહાસ રહ્યો ના હોય અને ક્રિકેટની પીચ પર યુએઈનું કોઈ સારું પ્રદર્શન પણ નોંધાયું નથી, પરંતુ ક્રિકેટનો અનુભવ વધારે કર્યો છે. યુએઈમાં પાંચ સ્ટેડિયમ છે, જ્યારે ક્રિકેટની સૌથી મહત્ત્વની સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે આઈસીસીનું હેડ ક્વાર્ટર લંડનના બદલે દુબઈમાં આવી ગયું છે.

દુબઈ કેટલી કરી રહ્યું છે કમાણી?
રિપોર્ટ અનુસાર રમતગમત ક્ષેત્રમાં વર્ષે ચાર અબજ યુએઈ દિનાર (2021ના આંકડા)થી વધુ યોગદાન આપ્યું હતું, જે એક અબજ ડોલરથી વધુ છે. છેલ્લા 10 વર્ષમાં પણ 10 અબજ ડોલરથી વધુ થઈ શકે છે, પરંતુ એના સત્તવાર આંકડા મળ્યા નથી. દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના અહેવાલ અનુસાર હવે સ્પોર્ટસમાં 20,000 લોકો કામ કરી રહ્યા છે, જ્યારે આ સેક્ટરમાં 1.5 મિલિયનથી વધુ લોકો જોડાયેલા છે. આ વર્ષે લગભગ 45 મિલિયન ડોલરની આવક થવાની અપેક્ષા છે, જ્યારે ડિજિટલ રાઈટ્સને કારણે આવકમાં વધારો થશે.

રોજગારીના સર્જન સાથે અર્થવ્યવસ્થાને થયો ફાયદો
2025થી 2029 સુધીમાં દર વર્ષે 1.18 ટકાના હિસાબથી વધારો થશે. બીજી એક અહેવાલ અનુસાર સંયુક્ત આરબ અમિરાતે ક્રિકેટને લઈ 1.7 અબજ ડોલરથી વધુ ખર્ચ કર્યો હતો અને સીધા સ્પોર્ટસમાંથી 420 મિલિયન ડોલરની કમાણી કરી હતી. એની સાથે શોપિંગ અને હોસ્પિટાલિટીને કારણે 620 મિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. એના સિવાય નવી રોજગારીના નિર્માણને કારણે અર્થવ્યવસ્થાને પણ ફાયદો થયો હતો.

Also read : આ દેશો એક રૂપિયો ટેક્સ નથી લેતા, તો ય તેમની અર્થવ્યવસ્થા ચાલે છે

2021 પછી ફરી દુબઈને મળ્યું પ્રોત્સાહન
વર્ષ 2021 પછી દુબઈમાં ફરી ક્રિકેટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. દુબઈ અનેક ઈન્ટરનેશનલ મેચની સાથે અનેક ક્રિકેટ લીગનું પણ આયોજન કર્યું હતું. 2021માં દુબઈ ક્રિકેટને મળ્યો હતો બુસ્ટર ડોઝ, જ્યારે આઈપીએલનો એક ભાગ યુએઈમાં ટ્રાન્સફર કર્યો હતો. એ વખતે યુઈએ બોર્ડે એ ટૂર્નામેન્ટ મારફત 25 મિલિયન ડોલરની કમાણી કરી હતી. ત્યારપછી અનેક ઈન્ટરનેશનલ મેચનું પણ આયોજન કર્યું હતું. દુબઈમાં ક્રિકેટનું પ્રમાણ વધ્યું હતું જેના માટે દુબઈમાં આફ્રિકા, એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટના લોકો રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button