સ્પોર્ટસ

U19 World Cup: પહેલી સેમિફાઇનલમાં ભારતની સાઉથ આફ્રિકા સામે ટક્કર, બંને ટીમનો છે આ રેકોર્ડ

બેનોની (દક્ષિણ આફ્રિકા): આઇસીસી અંડર-19 વર્લ્ડ કપ (U19 World Cup)ની પહેલી સેમી ફાઇનલમાં આવતીકાલે ભારત અને યજમાન સાઉથ આફ્રિકા ટકરાશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી ટુનામેન્ટમાં અજેય રહી છે. ભારત સેમિફાઇનલમાં જીત માટે પ્રબળ દાવેદાર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ટૂર્નામેન્ટમાં સતત પાંચ જીતથી છેલ્લા ચારમાં સ્થાન મેળવ્યું છે અને તેના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે લગભગ તમામ મેચોમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ફોર્મમાં જોવા મળ્યા છે. બે સદી અને એક અડધી સદી સાથે 18 વર્ષીય મુશીર ખાન વર્તમાન ટુર્નામેન્ટનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે પાંચ મેચમાં 83.50ની એવરેજથી 334 રન ફટકાર્યા છે.

ભારતીય કેપ્ટન ઉદય સહારન પણ સારા ફોર્મમાં છે અને તેણે 61.60ની એવરેજથી એક સદી અને બે અડધી સદી સાથે 304 રન કર્યા છે. સચિન ધાસે નેપાળ સામેની ભારતની છેલ્લી સુપર સિક્સ મેચમાં 116 રન કર્યા હતા જ્યારે ટીમ 62 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી.

વિરોધી ટીમોને ભારતીય વાઇસ-કેપ્ટન અને ડાબોડી સ્પિનર સ્વામી કુમાર પાંડેનો સામનો કરવો મુશ્કેલ લાગ્યો હતો. તેણે 2.17ના ઈકોનોમી રેટથી 16 વિકેટ ઝડપી છે અને ટૂર્નામેન્ટના સૌથી સફળ બોલરોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે.
ઉપરાંત ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે પણ સારું પ્રદર્શન કર્યું છે જે તેને જીત માટે દાવેદાર બનાવે છે. જો ભારત જીત નોંધાવે છે તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની સંભાવના છે. બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

તેમના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરતા પહેલા ભારતે ત્રિકોણીય શ્રેણીમાં સતત બે મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. જો કે, નોકઆઉટ મેચોમાં એક અલગ પ્રકારનું દબાણ હશે અને પ્રથમ સેમિફાઇનલમાં મુખ્યત્વે ભારતીય બેટ્સમેનો અને ફોર્મમાં રહેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ક્વેના મફાકા વચ્ચે મુકાબલો થશે.

મફાકાએ પાંચ મેચમાં ત્રણ વખત ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે અને 18 વિકેટ સાથે વર્તમાન ટુર્નામેન્ટનો સૌથી સફળ બોલર છે. તેણે છેલ્લી બે મેચોમાં એકલા હાથે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી. ડાબા હાથના ફાસ્ટ બોલરે શ્રીલંકા સામેની અંતિમ સુપર સિક્સ મેચમાં 21 રનમાં છ વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા