IPL 2024સ્પોર્ટસ

IPL 2024: CSKના આ ખેલાડીએ RCBને હાર પર જાહેરમાં ટ્રોલ તો કરી પછી…

એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 21 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં RCBને ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બેંગ્લુરુની આ હાર બાદ CSKના ફાસ્ટ બોલરે તેના instagram પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેને તેણે પાછળથી ડીલીટ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ચાહકોએ તેની પોસ્ટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા.. RCBને ટ્રોલ કરતી તુષાર દેશપાંડેની instagram સ્ટોરી નો સ્ક્રીનશોટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Read More: RR vs RCB: એ બે બોલ જેણે RCBના લલાટે હાર લખી નાખી…

તુષાર દેશપાંડે તેની instagram સ્ટોરી પર CSK ફેન્સ ઓફિશિયલ તરફથી એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં બેંગલુરુ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનની તસવીર દેખાય છે. બેંગલુરુ કેન્ટોન્મેન્ટને અંગ્રેજીમાં શોર્ટમાં બેંગલુરુ કેન્ટ (BENGALURU CANT.) લખાય છે બેંગલુરુ કેન્ટ.ની તસવીર દર્શાવીને એ જણાવવાનુો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બેંગલુરુ જીતી નહીં શકે. (Bengaluru Can’t) આઇપીએલની આ 17મી સીઝન છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુની ટીમ આજ સુધી એક પણ સિઝનમાં ટાઈટલ જીતવામાં સફળ રહી નથી.

લીગ તબક્કામાં સતત છ વખત પ્લે ઑફમાં પહોંચેલી આ ટીમ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આરસીબી આ વખતે ટાઈટલના દુકાળને ખતમ કરવામાં સફળ રહેશે, પરંતુ એલિમિનેટર મેચમાં હાર થતા તેમનું ટાઈટલ જીતવાનું સપનું આ વર્ષે પણ અધૂરું રહી ગયું છે.

Read More: IPL-24 : ત્રણ સાધારણ ઇનિંગ્સની મદદથી બેન્ગલૂરુ (RCB)નો રાજસ્થાન (RR)ને 173 રનનો ટાર્ગેટ

CSKનો તુષાર દેશપાંડે RCBની હારથી ખુશ હતો કારણ કે બેંગલૂરુએ લીગ તબક્કાની છેલ્લી મેચમાં CSKને હરાવીને પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. આ જીત બાદ RCBએ એવી રીતે ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું, જાણે કે ટીમ ફાઇનલ જીતી ગઈ હોય. જીતની ઉજવણી કરી રહેલા RCBના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની રાહ જોયા બાદ થાલા એટલે કે મહેન્દ્રસિંહ ધોનીએ પણ મેદાન છોડી દીધું હતું, જેના પછી RCBની ભારે ટીકા થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…