વર્લ્ડ કપ જીતીને આવેલી ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં સાતમા આસમાન પર છે. ટીમનો દરેક ખેલાડી આ જીતનો ભાગીદાર છે. સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ પણ ફાઇનલની છએલ્લી ઓવરમાં કાંડાની કરામત બતાવી દ. આફ્રિકાના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂંટવી લેવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્વાભાવિકપણે જ હાર્દિકની ઘણી પ્રશંસા થઇ રહી છે અને છેલ્લા થોડા સમયથી તેને ટ્રોલ કરનારાઓને પણ હાર્દિકે જોરદાર વાપસી કરીને ટીમ ઇન્ડિયાને સર્વોચ્ચ સિંહાસને બેસાડીને બધાની બોલતી બંધ કરી દીધી છે, પણ તેની પ્રાઇવેટ લાઇફની વાત કરીએ તો હજી પણ બધું ઠીક નથી ચાલી રહ્યું.
હાર્દિકની પત્ની, અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક માટે અભિનંદનની પોસ્ટ શેર નહોતી કરી. આ મામલે લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. હવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલ એક વીડિયોમાં નતાશાએ સ્પષ્ટતા કરી છે કે તે “વિશેષ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે”.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં નતાશા જણાવી રહી છે કે “હું આજે કંઈક વાંચવા માગતી હતી, જેની મને ખરેખર જરૂર હતી. તેથી જ હું આજે કારમાં મારી સાથે બાઇબલ લાવી છું કારણ કે હું તેને વાંચવા માંગતી હતી. બાઇબલમાં લખ્યું છે કે, એ ભગવાન છે જે તમારી આગળ ચાલે છે અને જે તમને ક્યારેય છોડતા નથી. જ્યારે આપણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાંથી પસાર થઇએ છીએ ત્યારે આપણે ઉદાસ અનેનિરાશ થઈએ છીએ, પરંતુ ભગવાન તમારી સાથે છે, ભલે તમે અત્યારે જેમાંથી પસાર થઈ રહ્યાં હો, પણ તેની પાસે તમારા માટે પહેલેથી જ એક યોજના છે.”
નતાશાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેનો આ વીડિયો ક્યાંકને ક્યાંક એવી વાતનો જ ઇશારો કરી રહ્યો છે કે હાર્દિક-નતાશા વચ્ચે બધુ હજી પણ ઠીક નથી.
જોકે, આમ સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકીને નતાશા શું સાબિત કરવા માગે છે એ સમજાતું નથી. હાર્દિક અને નતાશા બંનેએ હાલમાં તેમના અંગત સંબંધો પર ચુપકી સાધેલી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને