સ્પોર્ટસ

IPL 2025: ગુજરાતનું આ ગ્રુપ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીમાં મોટો હિસ્સો ખરીદી શકે છે

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025(IPL)માં મોટા ફેરફારો જોવા મળી શકે છે, આવતી સિઝન પહેલા મેગા ઓકશન યોજવાનું છે. એવામાં અહેવાલ મુજબ અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે (Torrent Group) IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)માં મોટો હિસ્સો ખરીદવા માટે CVC કેપિટલ પાર્ટનર્સ સાથે સમજૂતી કરી છે, ફેબ્રુઆરી 2025 માં જેની માલિકીનો લોક-ઇન સમયગાળો પૂરો થાય છે.

અદાણી ગ્રૂપ પણ ગુજરાત ટાઇટન્સ ખરીદવાની રેસમાં હતું, અહેવાલ મુજબ અદાણી ગ્રુપ રેસમાંથી પાછળ હટી ગયું છે.

એક અહેવાલમાં સુત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે ટોરેન્ટ અને CVC એ ગુજરાત ટાઇટન્સ માટે કરાર કર્યો છે, લોક-ઇન પીરીયડ સમાપ્ત થયા પછી જ ઔપચારિક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.

ટોરેન્ટ ગ્રૂપ ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો હસ્તગત કરે તેવી શક્યતા છે, ત્યારે CVC ફ્રેન્ચાઇઝીમાં નોંધપાત્ર હિસ્સો જાળવી શકે છે.

અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સનું મૂલ્ય $1 બિલિયનથી વધુ છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ ગુજરાત ટાઇટન્સના ઊંચા પ્રાઇસ-ટેગને કારણે રેસમાંથી પીછેહઠ કરી શકે છે. અદાણી ગ્રુપ તેના મુખ્ય વ્યવસાયો પાવર અને પોર્ટનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

જો કે CVC કેપિટલ પાર્ટનર્સ, ટોરેન્ટ ગ્રૂપ અને અદાણી ગ્રૂપે આ આહેવાલો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અદાણી અને ટોરેન્ટ બંનેએ 2021માં IPLની ફ્રેન્ચાઈઝીને હસ્તગત કરવા માટે સફળ થઇ ન હતી. અદાણી ગ્રુપ અને ટોરેન્ટે અમદાવાદ ફ્રેન્ચાઈઝી માટે અનુક્રમે રૂ. 5,100 કરોડ અને રૂ. 4,653 કરોડની બિડ કરી હતી.

CVCએ 5,625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી માટે બંને કંપનીઓને પછાડી હતી. CVC લાલીગા, પ્રીમિયરશીપ રગ્બી અને વોલીબોલ વર્લ્ડની ટીમમાં હિસ્સો ધરાવે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button