ટૉરન્ટ ગ્રૂપે આટલા કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સનો 67 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો…
![torrent group acquires majority stake in gujarat titans](/wp-content/uploads/2025/02/gujarat-titans-new-owner.jpg)
અમદાવાદઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતા ટૉરન્ટ ગ્રૂપે આઇપીએલના ગુજરાત ટાઇટન્સ ફ્રૅન્ચાઇઝીનો 67 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદી લેવા માટેનો કરાર કર્યો છે અને હવે આ ગ્રૂપ બહુમત શૅરહોલ્ડર બની ગયું છે. 2022માં હાર્દિક પંડ્યાના સુકાનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને આઇપીએલમાં ચૅમ્પિયન બની હતી.
Also read : શુભમન ગિલે સેન્ચુરી ફટકારીને રચ્યો અનોખો ઇતિહાસ, ભારતનો 356 રનનો તોતિંગ સ્કોર
સીવીસી કૅપિટલ પાર્ટનર્સે 2021માં 5,625 કરોડ રૂપિયામાં આ ટીમ ખરીદી હતી ત્યારે ટૉરન્ટ ગ્રૂપે પણ બિડ મૂક્યું હતું. જોકે હવે ટૉરન્ટ ગ્રૂપ એની પાસેથી બે-તૃત્યાંશ હિસ્સો (બહુમત હિસ્સો) ખરીદી રહ્યું હોવાનું મનાય છે અને એ હિસ્સો ટૉરન્ટે 5,025 કરોડ રૂપિયામાં મેળવ્યો હોવાનું મનાય છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ-ગ્રાઉન્ડ છે જેમાં 1,00,000થી વધુ લોકો બેસી શકે એટલી સીટ છે. દરમ્યાન ગુજરાત ટાઇટન્સની 33 ટકા ઇક્વિટી ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસે રહેશે.
Also read : ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
ગુજરાત ટાઇટન્સની વર્તમાન ટીમનો સુકાની શુભમન ગિલ છે જે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ સારા ફૉર્મમાં છે. આ ટીમમાં જૉસ બટલર, અનુજ રાવત, શેરફેન રુધરફર્ડ, સાઇ સુદર્શન, એમ. શાહરુખ ખાન, રાશિદ ખાન, ગ્લેન ફિલિપ્સ, માનવ સુથાર, રાહુલ તેવાટિયા, વૉશિંગ્ટન સુંદર, જેરાલ્ડ કૉએટ્ઝી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કૅગિસો રબાડા, ઇશાંત શર્મા, જયંત યાદવ વગેરે ખેલાડીઓ પણ છે.