અફઘાનિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપની હારનો બદલો લેશે?
સોમવારથી નોઇડામાં બન્ને દેશ વચ્ચે પહેલી વાર રમાશે ટેસ્ટ

ગ્રેટર નોઇડા: ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ છેલ્લે અફઘાનિસ્તાન સામે સાતમી જૂને ગયાનામાં રમી હતી. જોકે એ ટી-20 વર્લ્ડ કપની મૅચ હતી જેમાં અફઘાનિસ્તાને કિવીઓને 84 રનથી હરાવી દીધા હતા એટલે એ આઘાતનો બદલો લેવાની ન્યૂ ઝીલૅન્ડની ટીમ પાસે અહીં ભારતમાં સુવર્ણ તક છે. વરસાદની આગાહી વચ્ચે સોમવારે (સવારે 10.00 વાગ્યાથી) ઉત્તર ભારતના ગ્રેટર નોઇડામાં ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ શરૂ થઈ રહી છે અને એમાં જીતીને કિવીઓ વર્લ્ડ કપની હારનો થોડો દિલાસો મેળવી શકશે.
આ પણ વાંચો : દુલીપ ટ્રોફીમાં કયા બે કૅપ્ટનની ટીમે કર્યો વિજયીઆરંભ? કોની બે ટીમ હારી?
બન્ને દેશ ટેસ્ટમાં પહેલી વાર સામસામે આવી રહ્યા છે. બીજું, ટેસ્ટના વર્લ્ડ કપમાં એવી જ ટીમો ક્વૉલિફાય થાય જે રૅન્કિંગમાં ટૉપ-9 સ્થાનમાં હોય. અફઘાનની ટીમ 12મા નંબરે હોવાથી એ દેશની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો હિસ્સો નથી. ન્યૂ ઝીલૅન્ડ પાંચમા સ્થાને છે. ભારત આ રૅન્કિંગમાં મોખરે છે.
ટિમ સાઉધી ન્યૂ ઝીલૅન્ડનો અને હશમતુલ્લા શાહિદી અફઘાનિસ્તાનનો કૅપ્ટન છે.
આ પણ વાંચો : બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…
ન્યૂ ઝીલૅન્ડ 1988 પછી ભારતની ધરતી પર ટેસ્ટ નથી જીત્યું. જોકે આ વખતે ભારતને નહીં, પણ અફઘાનિસ્તાન સામે ભારતની ધરતી પર જીતવાનો ન્યૂ ઝીલૅન્ડને સારો મોકો છે.
ગ્રેટર નોઇડા ટેસ્ટ-ક્રિકેટનું 124મું સ્થળ છે. પિચમાં કાળી માટી હોવાથી એના પર (હવામાનને આધારે) પેસ કરતાં સ્પિન બોલર્સને વધુ મદદ મળશે.