અવ્વલ દરજ્જાના આ બોલરે ગેઇલના સિકસરના રેકૉર્ડની બરાબરી કરી!
હૅમિલ્ટનઃ કોઈ બૅટર જ્યારે ભૂતપૂર્વ કે વર્તમાન બૅટરના રેકાર્ડની બરાબરી કરે કે એ વિક્રમને પડકારે તો સમજી શકાય, પરંતુ જ્યારે કોઈ બોલર દિગ્ગજ બૅટરના વિક્રમની તોલે આવી જાય ત્યારે જરૂર નવાઈ લાગે. ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ કંઈક આવું જ કર્યું છે. તેણે વેસ્ટ ઇન્ડિઝના બૅટિંગ-લેજન્ડ ક્રિસ ગેઇલની સિક્સર્સની સિદ્ધિની બરાબરી કરી છે.
આ પણ વાંચો : પાંચ છગ્ગા અને અગિયાર ચોક્કા સાથે 98 રન, રહાણેની તોફાની ઇનિંગ્સથી મુંબઈ ફાઇનલમાં
36 વર્ષનો ટિમ સાઉધી ખાસ કરીને પેસ બોલર છે. જોકે તેણે ઘણા રન બનાવ્યા હોવાથી થોડા સમયથી તેની ગણના ઑલરાઉન્ડર તરીકે થાય છે. તેણે 107 ટેસ્ટમાં 389 વિકેટ લીધી છે, પરંતુ 2,243 રન પણ બનાવ્યા છે જેમાં તેના 215 ચોક્કા ઉપરાંત 98 છગ્ગા સામેલ છે. આજે તેણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દિવસે 10 બૉલમાં 23 રન બનાવ્યા હતા જેમાં ત્રણ સિક્સર સામેલ હતી.
આ પણ વાંચો : ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ ઝડપી બોલર કરશે વાપસી…
ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર બેન સ્ટૉક્સના નામે છે. તેણે 110 ટેસ્ટમાં 133 સિક્સર ફટકારી છે. ન્યૂ ઝીલૅન્ડનો બ્રેન્ડન મૅક્લમ 101 મૅચમાં ફટકારેલી 107 સિક્સર સાથે બીજા નંબરે છે. ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઍડમ ગિલક્રિસ્ટ (96 ટેસ્ટમાં 100 સિક્સર) ત્રીજા નંબરે છે અને હવે ગેઇલની સાથે સાઉધી પણ ચોથા નંબર પર આવી ગયો છે.
સાઉધીએ 161 વન-ડેમાં 26 સિક્સર અને 126 ટી-20માં 18 સિક્સર ફટકારી છે.