તિલક વર્માએ મીડિયામાં વિરાટનો માનભંગ કર્યો?
ચેન્નઈ: લેફ્ટ-હૅન્ડ બૅટર તિલક વર્મા (72 રન, પંચાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) શનિવારે અહીં ઇંગ્લૅન્ડ સામે મૅચ-વિનિંગ ઈનિંગ્સ રમ્યો હતો જેને પગલે સોશિયલ મીડિયામાં તેની ખૂબ વાહ વાહ થઈ છે, પરંતુ એમાંથી એક પોસ્ટને તેણે લાઈક કરી એટલે વિવાદાસ્પદ થઈ ગયો છે.
તિલકે વનડાઉનમાં બૅટિંગ કરી હતી.
‘ભારત વતી વનડાઉનમાં (ત્રીજા નંબરે) રમી ચૂકેલાઓમાં અત્યાર સુધીનો સૌથી ગ્રેટેસ્ટ ખેલાડી’ એવું જણાવતી ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટને તિલકના ઑફિશિયલ એકાઉન્ટ પરથી લાઈક કરવામાં આવી હોવાથી તે ચર્ચાસ્પદ થયો છે.
સૌ જાણે છે કે ભારતના વનડાઉન બૅટર્સમાં વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ ગણાય છે. તિલક આ અભિગમ બદલ ટ્રૉલ થયો છે. ક્રિકેટ પ્રેમીઓનું માનવું છે કે તિલક ટેલન્ટેડ પ્લેયર છે, પણ વિરાટની ઊંચાઈ સુધી પહોંચતાં તેને હજી વર્ષો લાગી શકે. વિરાટ ટી–20માંથી નિવૃત્ત થઈ ગયો છે, પણ હજી વન-ડે અને ટેસ્ટમાં રમવાનું તેણે ચાલુ રાખ્યું છે.