સ્પોર્ટસ

ત્રણ મમ્મીએ બોટ હરીફાઈમાં મેડલ મેળવ્યા અને પછી પોતાના બાળકો સાથે જીત સેલિબ્રેટ કરી!

પૅરિસ: ઈશ્ર્વરે સ્ત્રીને એટલી બધી શક્તિ અને સામર્થ્ય આપ્યા છે કે તે ભરપૂર સંકલ્પ સાથે ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ અનેરી સફળતા મેળવી શકે છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં એનું લેટેસ્ટ ઉદાહરણ રૉવિંગ (હલેસાંવાળી બોટની સ્પર્ધા)ની હરીફાઈમાં મેડલ જીતનાર ત્રણ મહિલા સ્પર્ધકે આપ્યું છે.

આ ત્રણ મહિલા મમ્મી બની ચૂકી છે અને ત્યાર પછી પણ તેમણે પુષ્કળ પ્રૅક્ટિસ બાદ ઑલિમ્પિક્સની રૉવિંગની હરીફાઈમાં ભાગ લીધો અને ચંદ્રક જીતીને રહી.
બ્રિટનની હેલન ગ્લોવર તેમ જ ન્યૂ ઝીલૅન્ડની લ્યૂસી સ્પૂર્સ તથા બ્રૂક ફ્રાન્સિસે મમ્મી બન્યાંના બે વર્ષ બાદ ભેગા મળીને રૉવિંગની હરીફાઈમાં ભાગી લીધો અને મેડલ જીતી લીધા.

મહિલાઓની ડબલ્સ સ્ક્લ્સમાં સ્પૂર્સ અને ફ્રાન્સિસ ગોલ્ડ મેડલ જીતી છે, જ્યારે ત્રણ બાળકોની માતા ગ્લોવરે અન્ય એક હરીફાઈમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
સ્પૂર્સ અને ફ્રાન્સિસે વિજેતાપદ માટેની લાઇન પાર કરી કે તરત જ તેઓ નજીકના સ્ટૅન્ડમાં સપોર્ટ સ્ટાફ સાથે બેઠેલા પોતાના બાળકો પાસે દોડી ગઈ હતી અને તેમને ઊંચકીને તેમની સાથે જીત સેલિબ્રેટ કરી હતી.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં વિવાદમાં ઘેરાયેલી બોક્સર ઈમાન ખલીફ અંગે સત્ય શું છે? જાણો IOCના નિયમો

ફ્રાન્સિસે કહ્યું, ‘મેં જોયું કે અમારા બાળકો નજીકના સ્ટૅન્ડમાં જ છે એટલે અમે તેમને ભેટવા તેમની પાસે દોડી ગયા હતા. સ્વાભાવિક છે કે તેઓ અમારી (પોતપોતાની મમ્મીની) રાહ જોઈ રહ્યા હતા.’
પોતાના બાળકો બે વર્ષથી પણ નાના હોવાથી આ બન્ને મહિલાઓએ ઑલિમ્પિક વિલેજમાં રાત્રે જાગવું પડે છે. જોકે ટ્રેઇનિંગના સેશન દરમ્યાન તેઓ પોતાને મૉટિવેટ કરવા બાળકોના ગીતો ગાતી હતી.

આ ત્રણ મમ્મીઓ આખા ઑલિમ્પિક વિલેજમાં ફેમસ થઈ ગઈ છે. તેમને ચાહકોના તો ઠીક, પ્રતિસ્પર્ધીઓના પણ શુભેચ્છાના સંદેશા આવે છે જેમાં તેઓ જણાવે છે કે ‘તમે ત્રણ મમ્મીઓ કેટલી બધી જહેમત ઉઠાવીને ઑલિમ્પિક્સ જેવી મોટી સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છો.’
ગ્લોવર નામની બ્રિટિશ મેડલ વિજેતાએ પત્રકારોને કહ્યું કે ‘ટ્રેઇનિંગ દરમ્યાન હું એટલા બધા લાંબા સમય સુધી મારા બાળકથી દૂર રહી હતી જેને કારણે હું તેને સમયસર બ્રેસ્ટફીડિંગ પણ નહોતી કરાવી શકી.’

ગ્લોવર એવું પણ કહે છે કે ‘અમે જે સંઘર્ષ બાદ ચંદ્રક જીતવામાં સફળ થયા એના પરથી અન્ય ઍથ્લીટોને જરૂર સકારાત્મક સંદેશ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી