ટીમ ઈન્ડિયાના આક્રમક ક્રિકેટરના પિતાનો આ વીડિયો વાઈરલ, જાણો શું કર્યું?

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બેટર રિંકુ સિંહ તેની આક્રમક બેટિંગને કારણે ખૂબ જ જાણીતો છે, જ્યારે રિંકુ સિંહના સ્ટ્રગલની સ્ટોરી સૌકોઈ વાકેફ છે. ગરીબ પરિવારમાં ઉછરેલા રિંકુ સિંહે પોતાની ક્ષમતાને આધારે ક્રિકેટની દુનિયામાં પોતાનું આગવું નામ કમાવ્યું છે, પરંતુ તાજેતરમાં તેના પિતાનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં રિંકુ સિંહના પિતા ગેસના સિલિન્ડરની ડિલિવરી કરી રહ્યા છે. જોકે, આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેના પિતા પર પ્રેમ વરસાવવાની સાથે રિંકુ સિંહના પિતાને રિયલ લાઈફના હીરો પણ કહ્યા હતા.
રિંકુ સિંહના પિતાએ પુત્રએ ક્રિકેટની દુનિયામાં આટલું મોટું નામ કમાવ્યા છતાં પોતાનું જૂનું કામકાજ કરવાનું બંધ કર્યું નથી. વાઇરલ થયેલા વીડિયોમાં રિંકુ સિંહના પિતા ગેસના સિલિન્ડરની ડિલિવરી કરે છે. આ વીડિયો જોઈને ચાહકોએ રિંકુ સિંહના પિતાને સલામ કરતાં તેમની કામ કરવાની નિષ્ઠાની પ્રશંસા પણ કરી છે.
થોડા સમય પહેલા ક્રિકેટર રિંકુ સિંહે કહ્યું હતું કે ક્રિકેટમાં પ્રસિદ્ધિ મેળવ્યા પહેલા તે અને તેના પિતા સાથે ઘેર-ઘેર જઈને એલપીજીના સિલિન્ડરની ડિલિવરી કરતાં હતા. રિંકુ સિંહે કહ્યું હતું કે તેના પિતા આજે પણ તેમનું જૂનું કામ કરી રહ્યા છે.
મેં તેમને કહ્યું હતું કે હવે તેઓ આરામ કરે છે, પરંતુ મારા પિતા તેમના કામ પ્રત્યેના પ્રેમને લીધે તેઓ આજે પણ એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરી રહ્યા છે. રિંકુએ એવું પણ કહ્યું હતું કે જે વ્યક્તિએ આખું જીવન જે કામ કર્યું હોય એને રોકવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. તે વ્યક્તિ માત્ર પોતાની ઈચ્છાથી જ કામ બંધ કરી શકે છે.