
સાઉથ આફ્રિકાની ટીમના કેશવ મહારાજ હાલમાં તેની દમદાર ગેમને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. આ સિવાય તેની હનુમાનદાદા પ્રત્યેની અપાર શ્રદ્ધા પણ જગજાહેર જ છે. પરંતુ ફરી વખત આ સ્ટાર ક્રિકેટર ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે તે તેની ગેમ કે હનુમાનદાદા પ્રત્યેની શ્રદ્ધાને કારણે નહીં પણ પત્નીને કારણે લાઈમલાઈટમાં આવ્યો છે.
જી હા, સાઉથ આફ્રિકાના ઘાતક સ્પિનર કેશન મહારાજની પત્ની રૂપ-રૂપનો અંબાર છે અને તે સુંદરતાના મામલામાં તો બોલીવૂડની એક્ટ્રેસને પણ પાછળ મૂકી દે એટલી સુંદર છે. ભારતીય મૂળના કેશવ મહારાની આ બલાની ખુબસુરત વાઈફનું નામ લેરિશા છે. લેરિશા પોતાની સુંદરતા અને ગ્લેમરલ અવતારને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

લેરિશાને પહેલી નજરે જોનારાઓને તો એવું જ લાગે છે કે તે કોઈ મોડેલ કે એક્ટ્રેસ છે અને આ વાતની સાક્ષી સોશિયલ મીડિયા પર વાઈરલ તેના ફોટો પૂરે છે. લેરિશાની ફેશન સેન્સ પણ એકદમ કમાલની છે અને વાત જાણે એમ છે કે તે પણ મૂળ ભારતની જ છે. પરિણામે ઈન્ડિયનથી લઈને વેસ્ટર્ન સુધીના તમામ પ્રકારના આઉટફિટ્સમાં કે એકદમ શોભી ઉઠે છે.
કેશવ મહારાજ અને લેરિશાના લગ્ન એપ્રિલ, 2022માં થયા હતા અને બંનેની જોડી ખૂબ જ રોમેન્ટિક છે. બંને એક કોમન ફ્રેન્ડ થકી એકબીજાને મળ્યા હતા અને અહીંથી તેમની વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા અને આખરે બંનેએ લગ્ન કરી લીધા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લેરિશા કથકની મોટી ડાન્સર જાણીતી છે અને તે કથકને કારણે જ સાઉથ આફ્રિકાનો સૌથી જાણીતો ચહેરો બની ગઈ છે. લેરિશાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બધા ડાન્સ વીડિયો શેર કર્યા છે.