અંદરથી આવું દેખાય છે માસ્ટર બ્લાસ્ટરનું આશિયાના

મુંબઈ: ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓમાં જેમની ગણતરી થાય છે એવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને તેમની પર્સનલ લાઈફ વિશે જાણવામાં બધાને જ ખૂબ જ રસ હોય છે. ભારતીય ક્રિકેટના લેજેન્ડ સચિન તેંડુલકર રેકોર્ડના મામલામાં ખૂબ જ આગળ છે અને એટલે જ તેમને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. પણ શું તમે ક્યારેય અંદરથી તેમનું ઘર કેવું દેખાય છે એની કલ્પના કરી છે? નહીં ને? આજે અમે તમને અહીં માસ્ટર બ્લાસ્ટરના સુંદર આશિયાનાની એક ઝલક દેખાડવા જઈ રહ્યા છીએ.

સચિન તેંડુલકર મુંબઈના બાંદ્રા ખાતે રહે છે અને તેમનું ઘર ખૂબ જ ફેમસ છે. ફેન્સ તેમના એ ઘરની ઝલક જોવા માટે આતુર હોય છે. સચિન તેંડુલકર મુંબઈના બાંદ્રામાં રહે છે અને તેમણે એક જૂના પ્લોટ પર જ પોતાનું ઘર બનાવ્યું છે. આશરે છ હજાર સ્ક્વેરફૂટના બનાવવામાં આવેલા ઘરમાં સચિમ 2011માં શિફ્ટ થયો હતો.

દરિયા કિનારાની નજીક આવેલા આ ઘરમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર સચિને આ ઘર માટે રૂપિયા 100 કરોડનું ઈન્શ્યોરન્સ પણ કરાવ્યો છે. આ ઘર ત્રણ માળનું છે અને એ સિવાય બે બેઝમેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક બેઝમેન્ટમાં તેંડુલકર પરિવારની ગાડીઓ રહે છે, જ્યારે બીજા બેઝમેન્ટમાં સર્વન્ટના રહેવાની-ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

એટલું જ નહીં સચિનના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક મંદિર અને ગાર્ડન પણ છે. આ સિવાય છત પર યોગા કરવા માટે અને લોકોને સીટિંગ માટેની ગોઠવણ કરવામાં આવી છે. આ સાથે જ સચિને પોતાના ઘરની બહાર સરસ જ મજાનું ગાર્ડન પણ બનાવ્યું છે અને અહીં તે અવાનવાર વીડિયો શૂટ કરતો જોવા મળે છે. આ સિવાય અનેક વીડિયો અને ફોટોમાં તે પોતાના કિચનની ઝલક પણ દેખાડતો જોવા મળે છે.