મુંબઇ: આયસીસી વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે 6 માંથી 6 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં આગેવાની કરી છે. ભારતના હાલમાં 12 પોઇન્ટ હોવાથી સેમીફાઇનલમાં જગ્યા મેળવવા માટે ભારતને હવે માત્ર એક જીતની જરુર છે. ભારતી આગામી મેચ આવતી કાલે 2 નવેમ્બરના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનાર છે. આ મેચ પહેલાં રોહિત શર્માએ એક ખાસ વાત શેર કરી છે.
વાનખેડે સ્ટેડિયમ વિશે વાત કરતી વખતે રોહિચ શર્માએ કહ્યું કે, એક ક્રિકેટર તરીકે હું આજે જે કંઇ પણ છું એ માત્રને માત્ર મારી તાલીમને કારણે. આ તમામ વાતો વાનખેડે સ્ટેડિયમમાં ઘડી છે. મુંબઇગરા ક્રિકેટને ચાહે છે. જેની ઝલક વાનખેડે સ્ટેડિયમમાં દેખાય છે.
આયસીસીની એક મુલાકાત દરમીયાન રોહિતે કહ્યું કે, વાનખેડે મારા માટે ખાસ જગ્યા છે. મારી સૌથી ફેવરેટ જગ્યા છે. એક ક્રિકેટર તરીકે હું આજે જે કંઇ છું એ આ મેદાનને કારણે જ છું. તેથી જ અહીં આવ્યા બાદ મને ખૂબ ખૂશી ખાય છે. અહીંના લોકો ક્રિકેટને ચાહે છે. અને તમે જ્યારે પણ વાનખેડેમાં આવો છો ત્યારે આ વાત જણાઇ આવે છે.
ભારતનો કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડકપમાં જોરદાર ફોર્મમાં છે. ઇગ્લેન્ડ સામેની મેચમાં તેણે 87 રન કર્યા હતાં. તે પહેલાં પાકિસ્તાન સામે 86 અને અફઘાનિસ્તાન સામે 131 રનની જોરદાર બેટીંગ કરી હતી. વર્લ્ડકપમાં હવે ભારતની મેચ શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નિદરલેન્ડ સાથે થવાની છે.
Taboola Feed