સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

વર્લ્ડ કપમાં ભારતની હારથી દુઃખી કર્મચારીઓની એક ખાનગી કંપનીએ આ રીતે કરી મદદ

ખાનગી કંપનીની નોકરી આમ તો કપરી જ હોય છે, પરંતુ ઘણીવાર કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે ખાસ એવું કંઈક કરતી હોય છે જે કર્મચારીઓના હૃદયને સ્પર્શી જાય. આઈટી હબ ગુરુગ્રામમાં પણ એક કંપનીનું આ સ્મોલ જેસ્ચર કર્મચારીઓને ગમી ગયું છે.

રવિવારે અમદાવાદ ખાતે રમાયેલી વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચ ભારતીય દર્શકો માટે માત્ર એક ટ્રોફી માટેની લડાઈ ન હતી, પરંતુ આ સાથે તેમની લાગણીઓ પણ જોડાઈ હતી. ક્રિકેટ માટે દેશના લોકો એકજૂટ થયા હતા અને તેમનામાં ટીમ ઈન્ડિયા જ જીતશે તેવો ભરપૂર વિશ્વાસ હતો. દસ મેચ જીતેલી ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં હતી અને હૉમ પીચ પર હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની જડબેસલાક ફિલ્ડિંગ અને બેટિંગે કરોડો ભારતીયોનું સપનું તોડીનાખ્યું હતું. આ દર્દ ભારતીય ટીમના ચહેરા અને આંખોમાં પણ છલકાતું હતું. તેવી જ રીતે ફેન્સ પણ ભારે શોકમાં ડૂબ્યા હતા અને અમુક તો જાહેરમાં રડી પડ્યા હતા. ક્રિકેટ માટે ભારતીયોનો આ પ્રેમ પાકી જનાર એક કંપનીએ સવારમાં તેમના બધા કર્મચારીને ઈ-મેલ મોકલ્યો અને લખ્યું કે હેલ્લો ટીમ. ભારતની હારની અસર તમારા માનસ પર કેટલી થઈ છે તે અમે જાણીએ છીએ. આ દુઃખમાંથી તમને બહાર લાવવા તમારી મદદ કરવા માગીએ છીએ અને એટલા માટે તમને એક દિવસની રજા આપવાનો નિર્ણય લેવાયો છે, જેથી આવતીકાલથી તમે ફરી તાજા થઈ આવી શકો.

આ કંપનીની એક કર્મચારીએ આ મેસેજ શેર કર્યો છે. જોકે શરૂઆતમાં તો તેમને વિશ્વાસ નહતો આવ્યો.
રવિવારે મેચ હતો તેથી સોમવાર ફર્સ્ટ વર્કિગ ડે હતો. દિવાળીની રજાઓ પછીનો આ પહેલો કામનો દિવસ હોવા છતાં કંપનીએ કર્મચારીઓની ભાવનાની આ રીતે કદર કરી તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button