સ્પોર્ટસ

ઇગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં ભારતના આ બોલરે બનાવ્યો વિક્રમ

વિશાખાપટ્ટનમઃ ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઇગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે બે વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

ઈંગ્લેન્ડ સામે 97 વિકેટ સાથે અશ્વિન ભૂતપૂર્વ ક્રિકેટર બીએસ ચંદ્રશેખરને પાછળ છોડીને ટોચના સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બીએસ ચંદ્રશેખરના નામે હતો. અશ્વિન હવે ઈંગ્લેન્ડ સામે 97 વિકેટ સાથે ટેસ્ટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

લેગ બ્રેક બોલર બીએસ ચંદ્રશેખર ઈંગ્લેન્ડ સામે ભારતના બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેઓ બિશન સિંહ બેદીના ખૂબ નજીક રહ્યા છે. આ યાદીમાં બીએસ ચંદ્રશેખર 95 વિકેટ સાથે બીજા સ્થાને છે. કર્ણાટકનો સ્પિનર અનિલ કુંબલે 92 વિકેટ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. બિશન સિંહ બેદી અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ ઈંગ્લેન્ડ સામે 85 વિકેટ સાથે ચોથા સ્થાને છે.

આ યાદીમાં અનુભવી ટેસ્ટ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પણ સામેલ છે. તે આ યાદીમાં પાંચમો બોલર છે, તેના નામે 67 વિકેટ છે. ઈશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ મેચની 188 ઇનિંગ્સમાં 311 વિકેટ લીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button