સ્પોર્ટસ

આંધ્રના આ ઑલરાઉન્ડરને હાર્દિક પંડ્યા જેવા બનવું છે

મુંબઈ: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બહુ યુવાન ઉંમરમાં મોટી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવી છે અને હવે ઊભરતી પેઢીના ક્રિકેટરો તેની કરીઅરને ફૉલો કરવા લાગ્યા છે. ભૂતકાળમાં ભારતને અને મુંબઈ ઇન્ડિયન્સને અનેક મૅચો જિતાડી આપનાર હાર્દિકે 2022માં ગુજરાત ટાઇટન્સને આઇપીએલના ડેબ્યૂમાં જ પોતાની અપ્રતિમ કૅપ્ટન્સીમાં ચૅમ્પિયનની ટ્રોફી અને 2023માં રનર-અપની ટ્રોફી અપાવી અને હવે કૅપ્ટન તરીકે મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો આવી રહ્યો છે.

આંધ્ર પ્રદેશનો નીતિશ કુમાર રેડ્ડી ભારતીય ક્રિકેટના આ રત્ન (હાર્દિક)ની કારકિર્દીને અનુસરી રહ્યો છે એટલું જ નહીં, તે હાર્દિક જેવો અવ્વલ દરજ્જાનો ઑલરાઉન્ડર બનવા માગે છે. 20 વર્ષના પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતિશનો જન્મ 2003માં વિશાખાપટનમમાં થયો હતો. સ્થાનિક સ્તરે ક્રિકેટર તરીકે ઊભર્યા પછી તે 2020માં પ્રથમ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો હતો. તેણે 11 મૅચમાં 29 વિકેટ લીધી છે અને 230 રન બનાવ્યા છે. 2023ની આઇપીએલ માટેના ઑક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે નીતિશને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો. મુંબઈમાં મુંબઈ સામેની રણજી ટ્રોફી મૅચમાં તેણે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી એટલે પ્રકાશમાં આવ્યો છે. તે પોતાને બોલિંગ ઑલરાઉન્ડર નહીં, પણ બૅટિંગ ઑલરાઉન્ડર તરીકે ઓળખાવે છે.

એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ઑલરાઉન્ડરને ત્રણેય ટાસ્ક (બોલિંગ, બૅટિંગ, ફીલ્ડિંગ) સફળતાથી પૂરા કરવામાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે. હાર્દિક પંડ્યા આ ત્રણેય જવાબદારી ખૂબ સારી રીતે પૂરી કરે છે. બેન સ્ટોક્સે પણ પોતાને આવા અવ્વલ દરજ્જાના ઑલરાઉન્ડર તરીકે પુરવાર કર્યો છે. હું આ બંનેનો પ્રશંસક છું અને તેમની ગેમ જોવી મને ખૂબ જ ગમે છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો