ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવા માંગે છે આ એક્ટ્રેસ, મૂકી આ શરત…
ટીમ ઈન્ડિયાનો ખેલાડી મોહમ્મદ શમી અત્યારે વર્લ્ડકપ 2023ની મેચમાં તેના દમદાર પરફોર્મન્સ માટે ખૂબ જ લાઈમલાઈટમાં છે. દરેક મેચમાં તેનું પ્રદર્શન વધુને વધુ ધૂંઆધાર થઈ રહ્યું છે. શમીએ માત્ર 4 મેચ રમીને 16 વિકેટ લીધી છે અને લીડિંગ વિકેટ ટેકર્સની લિસ્ટમાં ચોથા સ્થાને છે. આ બધા વચ્ચે શમીને હવે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા છે અને બોલીવૂડની એકટ્રેસે શમીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું છે આવો જોઈએ કોણ છે આ અભિનેત્રી અને શમી સાથે લગ્ન કરવા શું શરત મૂકી છે એના વિશે.
આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે કોણ છે આ અભિનેત્રી, તેણે ક્યારે, ક્યાં અને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું અને તેણે લગ્ન કરવા માટે શમી સાથે લગ્ન કરવા માટે શું શરત મૂકી છે એ… તો તમારા આ બધા સવાલોના જવાબ તમને અહીં મળી જશે. વાત જાણે એમ છે કે, મોહમ્મદ શમીને અન્ય કોઈએ નહીં પરંતુ કોન્ટ્રોવર્સી ક્વીન એક્ટ્રેસ પાયલ ઘોષે પ્રપોઝ કર્યું છે. પાયલે તાજેતરમાં બીજી નવેમ્બરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને આ બાબતની માહિતી આપી હતી. જ્યારે ભારતે શ્રીલંકન ટીમને પરાજિત કરી હતી અને એ જ મેચમાં શમીનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, શમી, તું તારું અંગ્રેજી સુધારી લે, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. એક્ટ્રેસ પાયલ ઘોષનું આ ટ્વીટ તરત જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું હતું. ત્યાર બાદ તેણે પાછું એક ટ્વીટ કર્યું હતું અને આ ટ્વીટ પણ શમી માટે જ છે જેમાં તેણે શમી માટે લખ્યું છે કે, મોહમ્મદ શમી, સેમિફાઇનલમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તું મારી પાસેથી કેવા પ્રકારનું મોરલ સપોર્ટ ઈચ્છે છે. અમારે ફાઈનલમાં પહોંચવું છે અને હું ઈચ્છું છું કે તું જ હીરો બને. પાયલની આ ટ્વીટ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
હવે નેટિઝન્સમાં એવી અટકળો વ્યક્ત કરી રહ્યા છે કે શું પાયલ ખરેખર શમીની ફેન બની ગઈ છે કે પછી તે માત્ર લાઇમલાઇટ માટે આ બધા ગતકડાં કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાયલે અનુરાગ કશ્યપ પર ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે અનુરાગ કશ્યપે તેનું યૌન શોષણ કર્યું હતું. આ મામલે તે કોર્ટમાં પહોંચી હતી. આ મામલે અનુરાગ કશ્યપે સામે ચાલીને સ્પષ્ટતા કરવી પડી હતી.