સ્પોર્ટસ

રિન્કુ સિંહની અગાઉ થયા ભારતીય ક્રિકેટરોના આ હાઇ-પ્રોફાઇલ લગ્નો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહ (RINKU SINGH)ની રવિવારે સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ (PRIYA SAROJ) સાથે સગાઈ થઈ અને નવેમ્બરમાં તેઓ લગ્નગ્રંથિથી જોડાઈ જશે એ પ્રસંગે ભારતીય ક્રિકેટરોમાં કોના હાઇ-પ્રોફાઇલ લગ્ન (High Profile marriages) થયા એ વિશે આપણે આજે જાણીશું.

એક તરફ રિન્કુ સિંહના કરોડો ચાહકો છે. તે 2024ના ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વતી રમે છે અને કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ તેને આઇપીએલની એક સીઝન રમવાના 13 કરોડ રૂપિયા આપે છે. બીજી તરફ પ્રિયા સરોજ પણ સામાન્ય છોકરી નથી. તે ભારતીય સંસદની સભ્ય છે અને બન્નેના મિત્ર-વર્તુળમાં અનુક્રમે ક્રિકેટરો તેમ જ રાજકીય નેતાઓ છે.

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source : Firstpost

મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીની બૉલિવૂડની વીતેલા વર્ષોની ટોચની અભિનેત્રી શર્મિલા ટાગોર સાથેના લગ્ન ભારતીય ક્રિકેટમાં સૌથી પહેલા હાઇ-પ્રોફાઇલ મનાય છે. તેમના લગ્ન 1968ની 27મી ડિસેમ્બરે થયા હતા.

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source : Bhaskar

મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને બીજા લગ્ન અભિનેત્રી સંગીતા બિજલાની સાથે કર્યા હતા. આ શાદી દેશભરમાં ચર્ચાસ્પદ થઈ હતી. બિજલાની 1980માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી હતી. અઝહર-બિજલાનીએ 1996માં મુંબઈમાં લગ્ન કર્યા હતા. જોકે 2010માં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા.

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source : Divya Bhaskar

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ભારતીય બૅટિંગના લેજન્ડ્સમાં ગણાતા વિરાટ કોહલી અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન ભારતીય ક્રિકેટમાં સૌથી ફેમસ મનાય છે. બન્ને 2013માં પહેલી વાર એક જાહેરખબરના શૂટિંગ વખતે એકમેકને મળ્યા હતા અને તેમની વચ્ચેની દોસ્તી ગાઢ થતી ગઈ હતી અને પછી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. 2017ની 11મી ડિસેમ્બરે તેમણે ઇટલીમાં લગ્ન કર્યા હતા. તેમની જોડી વિરુસ્કા તરીકે જાણીતી છે.

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source: ABP News

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને 2017માં ભારતીય હૉકી ખેલાડી તેમ જ અભિનેત્રી અને મૉડેલ સાગરિકા ઘાટગે સાથે શાદી કરી હતી. `ચક દે ઇન્ડિયા’ ફિલ્મની ઍક્ટ્રેસ સાગરિકાને ખાસ કરીને એ ફિલ્મની ભૂમિકા બદલ જ લોકો ઓળખતા થયા હતા.

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source : Hindustan

યુવરાજ સિંહ અને હૅઝલ કીચ

ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને વર્લ્ડ કપના સુપરસ્ટાર યુવરાજ સિંહે બ્રિટિશ અભિનેત્રી તેમ જ સિંગર હૅઝલ કીચ સાથે 2016માં મૅરેજ કર્યા હતા. હૅઝલ `બિગ બૉસ’માં આવી ચૂકી છે.

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source : Aaj Tak

હરભજન સિંહ અને ગીતા બસરા

હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી 2015ની 29મી ઑક્ટોબરે લગ્ન કર્યા હતા. ઑફ-સ્પિનર હરભજન ભારતને ઘણી મૅચો જિતાડી ચૂક્યો છે. ગીતા ખાસ કરીને દિલ દિયા હૈ',ધ ટ્રેન’, મિસ્ટર જૉ બી. કાર્વાલ્હો',સેક્નડ હૅન્ડ હસબન્ડ’ અને `જિલ્લા ગાઝિયાબાદ’ ફિલ્મોની ભૂમિકા માટે જાણીતી છે.

આપણ વાંચો:  બેંગલુરુ ભાગદોડમાં મોટો ખુલાસો, RCB વિજય સમારંભ પહેલા પોલીસે ચેતવણી આપી હતી: મીડિયા રિપોર્ટ

These high-profile marriages of Indian cricketers preceded Rinku Singh
Image Source : Indian Express Gijarati

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેતા સુનીલ શેટ્ટીની અભિનેત્રી-પુત્રી આથિયા શેટ્ટીએ ઘણા વર્ષો સુધી એકમેક વચ્ચેના પ્રેમ-પ્રકરણને જાહેર જનતા સુધી નહોતું આવવા દીધું. 2023ની 23મી જાન્યુઆરીએ તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ લગ્ન પણ હાઇ-પ્રોફાઇલ હતા. રાહુલ ભારત વતી 215 મૅચ રમ્યો છે, જ્યારે આથિયા શેટ્ટીએ નવાબઝાદે' તથામોતીચૂર ચકનાચૂર’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button