નવી દિલ્હી: યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) નામની રેસલિંગ ફેડરેશનોની વિશ્વસંસ્થાએ ભારતીય ફેડરેશન પર પાંચ મહિના પહેલાં જે કામચલાઉ ધોરણે સસ્પેન્શન લાગુ કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે. જોકે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા સમક્ષ શરત મૂકી છે કે ભૂતપૂર્વ ફેડરેશન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરનારા ત્રણ કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત નહીં રાખવામાં આવે એવું એણે (ભારતીય ફેડરેશને) લેખિતમાં વચન આપવું પડશે.
વર્લ્ડ ફેડરેશને ગયા વર્ષે ઑગસ્ટમાં સમયસર ચૂંટણી યોજવામાં નિષ્ફળ જનાર ભારતીય ફેડરેશન પર સસ્પેન્શન લાગુ કર્યું હતું.
બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના તથા ભ્રષ્ટાચારના આક્ષેપો હતા. ત્રણેય ટોચના કુસ્તીબાજોએ બ્રિજભૂષણ વિરુદ્ધ પગલાં લેવાની માગણી સાથે ઘણા દિવસો સુધી દિલ્હીમાં દેખાવો કર્યા હતા. બ્રિજભૂષણ વિરુદ્ધના આક્ષેપોની તપાસ થઈ રહી છે.
હવે કુસ્તીબાજો ભારતીય રાષ્ટ્રધ્વજ હેઠળ યુડબ્લ્યૂડબ્લ્યુની ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે