પાકિસ્તાની ટીમે હૈદરાબાદમાં મિજબાની માણીચાહકોએ કર્યા ટ્રોલ

હૈદરાબાદઃ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. આ પહેલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો ભારત પહોંચી રહી છે. પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે ભારત આવી હતી. ભારત આવ્યા બાદ પાકિસ્તાનની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ભવ્ય ભોજન કરાવવામાં આવ્યું હતું. ભારતમાં થયેલી ભવ્ય આગતાસ્વાગતાથી પાકિસ્તાનની ટીમ પણ ઘણી ખુશ થઇ હતી.
શનિવારે, 30 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાનની ટીમે હૈદરાબાદમાં ભવ્ય રાત્રિભોજનનો સ્વાદ માણ્યો હતો. PCBએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો શેર થતાં જ યુઝર્સે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ખેલાડીઓને જોરદાર ટ્રોલ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પાકિસ્તાનની ટીમ ડિનર માટે સાથે નીકળી છે. ટીમ ડિનરના વીડિયોમાં ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે, જે રેસ્ટોરન્ટમાં ટીમ ડિનર માટે ગઈ હતી ત્યાં તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ગળામાં ફૂલો અને માળા પહેરાવવામાં આવી હતી. ત્યાં આખી ટીમે શાનદાર ભોજન લીધું અને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ થતાં જ યુઝર્સે પાકિસ્તાની ખેલાડીઓને જોરદાર ટ્રોલ કર્યા હતા. ખેલાડીઓને ટ્રોલ કરતી વખતે યુઝર્સે કહ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓને ભરપેટ ભોજન મળી રહ્યું છે.

તો વળી કેટલાકે એમ કહ્યું હતું કે રમવા નહીં ખાવા માટે આવ્યા હોય એવું લાગે છે.

તો વળી કેટલાકે કહ્યું હતું કે આટલા દિવસથી લુખ્ખુ સુકુ ખાવાવાળાને સારું ખાવાનું મળી ગયું. એટલે હવે આનંદ ઉઠાવી રહ્યા છે.

તો વળી કેટલાકોએ એમ કહીને પાકિસ્તાનની ટીમની ટિખળ ઉડાવી હતી કે હવે થોડા દિવસ સુધી પાક ટીમને ભરપેટ ખાવા મળશે.

અને આ ટ્વિટ જોઇને તો તમે પણ હસી પડશો.