સ્પોર્ટસ
આઇસીસીએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરનું સસ્પેન્શન હટાવી લીધું

દુબઈ: ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ પર ગઈ 10મી નવેમ્બરે લાગુ કરેલું સસ્પેન્શન રવિવારે પાછું ખેંચી લીધું હતું.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં શ્રીલંકાની સરકારની દખલગીરી થતી હોવાના કારણસર આઇસીસીએ સસ્પેન્શનનું પગલું લીધું હતું.
આઇસીસી હંમેશાં આગ્રહ રાખે છે કે એની હેઠળના દરેક ક્રિકેટ બોર્ડને સ્વાયત્તપણે સંચાલન કરવા મળે. આઇસીસી બોર્ડે જણાવ્યું છે કે એણે સતતપણે શ્રીલંકન બોર્ડના કારભાર પર નજર રાખી હતી અને હવે એ સ્વતંત્રપણે કારભાર ચલાવે છે એવો એને સંતોષ થયો છે.
અગાઉ એક અહેવાલ આવ્યો હતો જે મુજબ ખુદ શ્રીલંકન બોર્ડે જ આઇસીસીને પોતાને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી કે જેથી એના કામકાજમાં દખલગીરી કરી રહેલી શ્રીલંકન સરકારને પાઠ ભણવા મળે.