સ્પોર્ટસ

મહિલા ટેસ્ટમાં હાઈએસ્ટ ટીમ-ટોટલ હવે ભારતના નામે, જાણો કેટલું અને કોનો વિક્રમ તૂટ્યો…

ચેન્નઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટેસ્ટ ટીમે ચેન્નઈમાં સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટમાં શુક્રવારના પહેલા દિવસે અનેક અંગત અને ટીમ રેકૉર્ડ કર્યા પછી શનિવારે પણ એ પરંપરા ચાલુ રાખી હતી. ભારતીય ટીમે પહેલા દાવમાં છ વિકેટે 603 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ભારતીય ટીમે આ 603 રન 115.1 ઓવરમાં બનાવ્યા હતા. 603 રન ટેસ્ટમાં નવું વિક્રમી ટીમ-ટોટલ છે. ભારતે ઑસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે.

ચાર દિવસીય ટેસ્ટમાં શનિવારે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે સાઉથ આફ્રિકાની મહિલા ટીમનો પ્રથમ દાવનો સ્કોર ચાર વિકેટે 236 રન હતો અને તેઓ ભારતથી 367 રન પાછળ હતી. ભારતની વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમતી મૅરિઝેન કૅપ 69 રને રમી રહી હતી. તેની અને સુન લુસ (65 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી થઈ હતી. ભારતની સાત બોલર્સમાંથી ઑફ-સ્પિનર સ્નેહ રાણાએ ત્રણ તેમ જ બીજી ઑફ-સ્પિનર દીપ્તિ શર્માએ એક વિકેટ લીધી હતી. પેસ બોલર્સ રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને લેફ્ટ-આર્મ સ્પિનર રાજેશ્વરી ગાયકવાડે સાઉથ આફ્રિકન બૅટર્સને કાબૂમાં રાખી હતી.

આ પણ વાંચો: ‘કોહલી આજે ચોક્કસપણે 100 રન ફટકારશે…’ ક્રિકેટ નિષ્ણાતોની આગાહી

વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (86 રન, 90 બૉલ, સોળ ફોર)એ ભારતની ઇનિંગ્સમાં ઍનેરી ડર્કસેનને આપવામાં આવેલી 109મી ઓવરના પ્રથમ બૉલમાં ફોર ફટકારી એ સાથે ટેસ્ટના એક દાવમાં 600 રનનો મૅજિક ફિગર પાર કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો. એ સાથે, ભારતનો સ્કોર 603 રન પર પહોંચ્યો હતો અને એ સ્કોરે રિચા મલાબાના બૉલમાં એલબીડબ્લ્યૂ થતાં કૅપ્ટન હરમનપ્રીતે દાવ ડિક્લેર કર્યો હતો. રિચા કરીઅરની આ બીજી ટેસ્ટમાં 14 રન માટે પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગઈ હતી, પણ ભારતને તેણે 603 રનનો રેકૉર્ડ-બ્રેક સ્કોર અપાવ્યો હતો.

ભારતે 603/6ના સ્કોર સાથે ઑસ્ટ્રેલિયાનો 575/9નો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. ઑસ્ટ્રેલિયાએ આ વર્ષના ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકા સામે આ 575 રન બનાવ્યા હતા.

ભારતની 603 રનની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સનો મોટો યશ ઓપનર શેફાલી વર્મા (205 રન, 197 બૉલ, 288 મિનિટ, આઠ સિક્સર, ત્રેવીસ ફોર) અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (149 રન, 161 બૉલ, 197 મિનિટ, એક સિક્સર, સત્તાવીશ ફોર)ને મળવો જોઈએ. શેફાલીએ વિશ્ર્વમાં સૌથી ઝડપે 194 બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. તેના 205 રન ટેસ્ટની ઓપનર્સમાં નવો વર્લ્ડ રેકૉર્ડ છે. તે ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર મિતાલી રાજ પછીની બીજી ભારતીય છે. બન્ને વચ્ચે 292 રનની ભાગીદારી થઈ હતી.

આ પણ વાંચો: T20 World Cup: જે કામ કર્સ્ટન, ક્રોન્યે, કૅલિસ, ક્લુઝનર, બાઉચર, પૉલોક, સ્મિથ ન કરી શક્યા એ હવે માર્કરમની ટીમ….

ભારતના 603 રનમાં જેમાઇમા રૉડ્રિગ્સનું પંચાવન રનનું, કૅપ્ટન હરમનપ્રીત કૌરનું 69 રનનું પણ યોગદાન હતું.
ભારતીય ટીમે પ્રથમ દિવસે ચાર વિકેટે 525 રન બનાવીને વિમેન્સ ટેસ્ટ મૅચમાં એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્ર્વવિક્રમ નોંધાવ્યો હતો. તેમણે એ સંબંધમાં વિમેન્સ ઉપરાંત મેન્સ ટેસ્ટ ક્રિકેટનો પણ એક દિવસમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો વિક્રમ તોડ્યો હતો. 2002માં કોલંબોમાં શ્રીલંકાએ બંગલાદેશ સામેની ટેસ્ટમાં એક દિવસમાં બનાવેલા 509/9નો વિશ્ર્વવિક્રમ તોડ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો