સ્પોર્ટસ

World Cup 2023: ફૂટબોલના મહાન ખેલાડીને લાગ્યું ક્રિકેટનું ઘેલું, બ્રિટનથી આવશે મુંબઈ

મુંબઈ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ સેમી-ફાઇનલ મેચ ફૂટબોલરોને ઘેલું લગાડયું છે. સોમવારે જર્મન ફૂટબોલર થોમસ મુલરે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે હવે એ વધુ એક ખેલાડી એટલે કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમ ભારત-ન્યૂ ઝીલેન્ડ સેમી ફાઈનલ મેચ જોવા આવી રહ્યો છે. તે વાનખેડે ખાતે અન્ય મોટી હસ્તીઓ સાથે બેસીને ભારત-ન્યૂ ઝીલેન્ડ મેચનો આનંદ માણશે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ તો માન્ચેસ્ટર યુનાઈટેડ અને રિયલ મેડ્રિડના આ ભૂતપૂર્વ ફૂટબોલ સ્ટારના ભારતમાં મોટી સંખ્યામાં ચાહકો છે. તે મુંબઈ આવી રહ્યો છે એ સ્થિતિમાં તેનું વાનખેડે આવવું એ ક્રિકેટ પ્રત્યે લોકોમાં વધી રહેલા ઉત્સાહનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત, તે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે વાનખેડે ખાતે હાજર રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આઈસીસી વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ આવતીકાલે ભારત અને કિવીઓ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. જોકે મજાની વાત એ છે કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અજેય રહી છે, તેથી સેમી ફાઈનલમાં મજબૂત પ્રદર્શન માટે તત્પર રહેશે. એટલું જ નહીં, આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે મોટા ભાગના પ્રસંગોએ ભારતને હરાવ્યું છે. આવી સ્થિતિમાં આ સેમી ફાઇનલની મેચ વધુ રોમાંચક બને તો નવાઈ રહેશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!