ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બનશે ભારતીય મહિલા ટીમનો બોલિંગ કોચ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ (આઈસીસી) બોર્ડના ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે નવા બોલિંગ કોચના નામની જાહેરાત કરી શકે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ટ્રોય કુલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાં મહિલા ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનશે. ભારતીય મહિલા ટીમ ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે અને ત્યારબાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમશે.
ટ્રોય કુલી આ પહેલા આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા મહિલા ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ રહી ચૂક્યા છે. ટ્રોય કુલી મુંબઈમાં મહિલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ટીમ ઈન્ડિયા સાથે તેમનો જૂનો સંબંધ પણ ધરાવે છે. એના સિવાય તેઓ ઓક્ટોબરમાં યોજાયેલા ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાના કોચ રહ્યા હતા.
ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝની વાત કરીએ તો તે 6 ડિસેમ્બરથી ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમશે ત્યાર બાદ બંને વચ્ચે એક માત્ર ટેસ્ટ 14મી ડિસેમ્બરથી શરૂ થશે. ત્યાર બાદ 21 ડિસેમ્બરથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. આ પછી બંને ટીમો 28 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે શ્રેણી અને 2 જાન્યુઆરી, 2024 થી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવશે.