સ્પોર્ટસ
સલાલેન્કા અને ઝેન્ગ વચ્ચે રમાશે ફાઇનલ

મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગુરુવારે મહિલાઓની સિંગલ્સમાં વર્લ્ડ નંબર-ટૂ બેલારુસની અરીના સબાલેન્કા અમેરિકાની કૉકો ગૉફને સેમિ ફાઇનલમાં 7-6 (7-2), 6-4થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી. એ સાથે, સબાલેન્કાને આ ટાઇટલ ડિફેન્ડ કરવા માટે માત્ર એક મૅચ જીતવાની બાકી છે. સબાલેન્કાએ ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં જોવી પડેલી હારનો ગૉફ સામે બદલો લઈ લીધો છે.
શનિવારની ફાઇનલમાં સબાલેન્કાનો મુકાબલો ચીનની ઝેન્ગ ક્ધિવેન સાથે થશે. પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં પહોંચેલી 21 વર્ષની ઝેન્ગે સેમિમાં ડૅયાના યાસ્ત્રેમ્સ્કાને 6-04, 6-4થી હરાવી દીધી હતી.
મેન્સમાં કાર્લોસ અલ્કારાઝનો ઍલેક્ઝાંડર ઝ્વેરેવ સામે પરાજય થયો હતો અને ડેનિલ મેડવેડેવે હ્યુબર્ટ હુર્કાઝને હરાવ્યો હતો.