Top Newsસ્પોર્ટસ

2026 T20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં રમાશે!

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સતત બીજો મોટો કાર્યક્રમ બની રહેશે. બીસીસીઆઈ દ્વારા આ ટૂર્નામેન્ટ માટે ભારતના પાંચ સ્થળો અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ પસંદ કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટ ભારતીય ક્રિકેટની નવી રાજધાની તરીકે અમદાવાદના સ્થાનને વધુ મજબૂત બનાવશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નવેમ્બર 2023માં જ્યારે વન ડે વર્લ્ડ કપ ફાઇનલ રમાઈ હતી, ત્યારે ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સહ-આયોજિત કરવામાં આવશે. ICC દ્વારા થયેલા સમજૂતી અનુસાર, શ્રીલંકા પાકિસ્તાનની મેચો માટે તટસ્થ સ્થળ તરીકે સેવા આપશે. ICC, BCCI અને PCB વચ્ચેના કરાર મુજબ, ભારત અને પાકિસ્તાન 2027 સુધી પોતાની મેચો તટસ્થ સ્થળો પર રમવાનું ચાલુ રાખશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચશે, તો ટાઇટલ મેચને શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવશે.

ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી આ ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ આવતા અઠવાડિયે જાહેર થવાની અપેક્ષા છે. ભારતનાં પાંચ મહાનગરોની પસંદગી થતાં, આયોજકોને હાઉસ ફૂલ અને ઉત્સવ જેવા માહોલની અપેક્ષા છે.

નોંધનીય છે કે, બેંગ્લોરને યજમાનીમાંથી બહાર કરી દેવામાં આવ્યું હતું. અગાઉ, RCBના IPL વિજયની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ થયા બાદ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સલામતીની મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહેતા શહેરને મહિલા વન ડે વર્લ્ડ કપના રોસ્ટરમાંથી પણ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ નથી.

આ પણ વાંચો…મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં 8 માર્ચની ફાઇનલ અમદાવાદમાં

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button