ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન મેચ દરમિયાન બનેલી આવી ઘટનાને જોઈ કોમેન્ટેટરો પણ હસી પડ્યા
હેમિલ્ટન: ન્યૂઝીલેન્ડના સેડોન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટી-20 મેચ દરમિયાન એવી ઘટના બની જેને જોઈને કોમેન્ટેટરો પણ હસી પડ્યા હતા. ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની બીજી મેચ વખતે પાકિસ્તાનના ફખર ઝમાને પોતાની બેટિંગથી પિચ પર આગ લગાવી હતી. લેફ્ટ હેન્ડના ફખર ઝમાને એક એવો શૉટ માર્યો હતો કે બોલ ગ્રાઉન્ડની બહાર આવેલા રસ્તા પર પડ્યો હતો. તે દરમિયાન ત્યાં ઉભેલા એક ફેને બોલ ઊંચકી ત્યાંથી તે ભાગી છૂટ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચની બીજી ઇનિગ્સના છઠ્ઠા ઓવરના છેલ્લા બોલ પર આવી ઘટના બની હતી. જેમાં ન્યૂઝીલેન્ડના પેસ બૉલર બેન સિયર્સે પોતાની સ્પેલની શરૂઆત કરી હતી. આ ઓવર છેલ્લા બોલ પર પાકિસ્તાનના ફખરે એવો જોરદાર શૉટ માર્યો હતો કે બોલ મિડ-વિકેટ પર ઊભા રહેલા ફિલ્ડરની ઉપરથી ઊડતો બાઉન્ડ્રી લાઇનને પાર થતાં સિક્સ ગયો હતો, પણ આ બોલ ફક્ત બાઉન્ડ્રીની જ બહાર નહીં પણ સ્ટેડિયમની પણ બહાર ગયો હતો.
આ દરમિયાન ફખરે મારેલા આ સિક્સની કોમેન્ટેટરે પ્રશંસા કરતાં હતા ત્યારે સ્ટેડિયમમાં લેગલો કેમરો તે બોલ તરફ વાળ્યો હતો જેમાં રસ્તા પર પડેલા બોલને એક ચાહકે ઉપાડી ત્યાથી ભાગી જવાનો કિસ્સો કૅમેરામાં કેદ થયો હતો. લાઈવ મેચ દરમિયાન કૅમેરામાં કેદ થયેલી આ ઘટનાને જોઈને કોમેન્ટેટરો પણ હસી પડ્યા હતા. સ્ટેડિયમમાં લાઈવ મેચ દરમિયાન ચાહકો દ્વારા બોલ ચોરો લેવાની ઘટના ખુબજ ઓછી વખત બને છે.
આ પહેલા પણ આઇપીએલ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ દુબઈના સ્ટેડિયમની બહાર સિક્સ માર્યો હતો. ધોનીએ આ સિક્સ માર્યા બાદ આ બોલ જ્યાં પડ્યો હતો તે રસ્તાને એમએસ ધોની સ્ટ્રીટ એવું નામ દુબઈની સરકારે આપ્યું હતું.