બૉક્સિંગ-ડે ટેસ્ટ તમારી થોડી ઊંઘ બગાડશે, મૅચનો સમય બહુ વહેલો છે
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેનો હિસાબ ત્રણ ટેસ્ટ પછી પણ 1-1ની બરાબરીમાં જ છે. ચોથી ટેસ્ટ મેલબર્નમાં રમાવાની છે અને એ જોવા માટે ક્રિકેટચાહકોએ થોડા વહેલા ઉઠવું પડશે.
આ ચોથી ટેસ્ટ ગુરુવાર, 26મી ડિસેમ્બરે એટલે કે બોક્સિંગ-ડેએ શરૂ થશે.
પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ ભારતીય સમય પ્રમાણે સવારે 7.50 વાગ્યે શરૂ થતી હતી. ઍડિલેઈડની બીજી ટેસ્ટ ડે-નાઇટ હતી અને એ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થતી હતી. બ્રિસ્બેનના ગૅબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ ભારતીય સમય અનુસાર સવારે 5.50 વાગ્યે શરૂ થતી હતી. જોકે શરૂઆતમાં વરસાદના વિઘ્નોને કારણે મૅચ સવારે 5:20 વાગ્યે શરૂ થઈ જતી હતી.
Also Read – આર અશ્વિન સાથે પક્ષપાત કરવામાં આવ્યો! નિવૃત્તિ બાદ સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો
હવે મેલબર્નમાં રમાનારી ચોથી ટેસ્ટના આરંભનો સમય બધાથી ચડે એવો છે. 26મીથી મેલબર્નની ચોથી ટેસ્ટ ભારતીય સમય પ્રમાણે સવારે 5:00 વાગ્યે શરૂ થશે. એ તો ઠીક પણ મેચના પહેલા દિવસે ટોસ જોવો હોય તો સવારે 4:30 પહેલાં જ ઉઠી જવું પડશે.
સિડનીમાં રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટની શરૂઆતનો સમય પણ લગભગ આ જ રહેશે.