સ્પોર્ટસ

મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન માટે નવ ડિસેમ્બરે થશે હરાજી

નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રમાશે. આ મહિલા લીગમાં કુલ પાંચ ટીમો રમે છે અને મુંબઈએ પ્રથમ સીઝનમાં ટાઈટલ જીત્યું હતું. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની હરાજીની તારીખ નક્કી કરવામાં આવી છે. લીગના સત્તાવાર પેજ પર કહેવામાં આવ્યું છે કે બીજી સીઝન માટે ખેલાડીઓની હરાજી નવ ડિસેમ્બરે મુંબઈમાં થશે.
આ સીઝનની હરાજી માટે તમામ પાંચ ટીમોને ૧.૫ કરોડનું વધારાનું પર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમામ ટીમો પાસે અગાઉની હરાજી તેમજ ખેલાડીઓની તાજેતરની રિલીઝ પછી તેમના પર્સમાં બાકીની રકમ હશે. હરાજીમાં નવ વિદેશી ખેલાડીઓ સહિત ૩૦ સ્લોટ ભરવામાં આવશે. તમામ ટીમોએ કુલ ૬૦ ખેલાડીઓને રિર્ટન કર્યા છે. તેમાં ૨૧ વિદેશી ખેલાડીઓ છે. તેમની ટીમ દ્વારા ૨૯ ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. લીગની પ્રથમ સીઝનમાં દરેક ટીમને તેમની ટીમ બનાવવા માટે ૧૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. માત્ર બે ટીમો ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ આ રૂપિયાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકી હતી. અન્ય ત્રણ ટીમો વિશે વાત કરીએ તો ગુજરાત જાયન્ટ્સ પાસે ૫ લાખ રૂપિયા, દિલ્હી કેપિટલ્સ પાસે ૩૫ લાખ રૂપિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે ૧૦ લાખ રૂપિયા બાકી હતા. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button