સ્પોર્ટસ

ઍશિઝ ટેસ્ટમાં જબરી ઊલટફેર: આજકાલમાં કંઈ પણ પરિણામ આવી શકે…

પર્થ: ભારત અને સાઉથ આફ્રિકાની કોલકાતાની પ્રથમ ટેસ્ટની માફક અહીં પર્થ (Perth) સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ઍશિઝ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઈવ) પણ બૅટ્સમેનોના મન પર છવાયેલા ટી-20ના જાદુને કારણે લૉ-સ્કોરિંગ રહી છે અને એમાં આજ-કાલમાં કંઈ પણ પરિણામ આવી શકે.

શુક્રવારના પ્રથમ દિવસે બન્ને ટીમના પેસ બોલર્સે કુલ મળીને કુલ 19 વિકેટ લીધી હતી. આજે બીજા દિવસે અત્યાર સુધીમાં આઠ વિકેટ પડી ચૂકી છે.

ઇંગ્લૅન્ડે (England) શુક્રવારે પહેલા દાવમાં 172 રન કર્યા બાદ ઑસ્ટ્રેલિયાનો આજે પ્રથમ દાવ 132 રન પર પૂરો થતાં ઇંગ્લૅન્ડે 40 રનની સરસાઈ લીધી હતી. કેપ્ટન બેન સ્ટોકસે પાંચ વિકેટ લીધી હતી.

જોકે ઇંગ્લૅન્ડને બીજા દાવમાં પણ ઑસ્ટ્રેલિયાના પેસ બોલર્સે હેરાન કરવાનું છોડ્યું નથી અને ટી-બ્રેક પહેલાં તેમની સાત વિકેટ લઈ લીધી છે. પ્રથમ દાવમાં કરીઅર-બેસ્ટ સાત વિકેટ લેનાર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે આજે સેકન્ડ ઇનિંગ્સમાં બીજી ત્રણ વિકેટ લીધી છે. ત્રણ વિકેટ અન્ય પેસર બૉલેન્ડે અને એક વિકેટ ડૉજિટે લીધી છે. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ઇંગ્લૅન્ડનો બીજા દાવનો સ્કોર 7/150 હતો અને તેઓ 190 રનથી આગળ હતા. મૅચ પર ઇંગ્લૅન્ડની પકડ ધીમે ધીમે થોડી મજબૂત થઈ રહી છે.

આ પણ વાંચો…ઍશિઝમાં પહેલો જ દિવસ રેકૉર્ડ-બ્રેકઃ 19 વિકેટ પડી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button