Champions Trophy 2025: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન મેચ, આવું હોય શકે છે શેડ્યુલ
મુંબઈ: ક્રિકેટ ચાહકો ચેમ્પિયન્સ ટ્રોફીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ટુર્નામેન્ટ વર્ષ 2025ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની (Champions Trophy 2025) છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડમાં યોજવા સહમત થયું છે. આ ટુર્નામેન્ટમાં ટોપની 8 ટીમો ભાગ લેશે, હજુ સુધી સત્તાવાર રીતે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એક સ્પોર્ટ્સ વેબસાઈટ અનુસાર ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવમાં આવ્યા છે.
અહેવાલ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે, ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમોને રાખવામાં આવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમોને ગ્રુપ Bમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના મનસૂબા પર ICC એ ફેરવ્યું પાણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી PoK નહીં જ જાય!
ભારતીય ટીમનું શેડ્યુલ:
ભારતીય ટીમે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે, આ મેચ 20 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે ભારત ટીમ 23 ફેબ્રુઆરીએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મેચ રમશે, જ્યારે ટીમ ઈન્ડિયા છેલ્લી ગ્રુપ મેચ ન્યૂઝીલેન્ડ સાથે રમશે અને આ મેચનું આયોજન 2 માર્ચના રોજ થશે.
ટુર્નામેન્ટનું શેડ્યુલ:
રિપોર્ટ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી માર્ચે ફાઇનલ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે અને આ મેચનું આયોજન કરાચીમાં કરવામાં આવશે. બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 20 ફેબ્રુઆરીએ રમાશે, આ મેચ પાકિસ્તાનની બહાર યોજાશે. જોકે, ભારત તેની મેચ ક્યાં રમશે તે અંગે હાલ કંઈ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્યો મોટો દાવો
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટની મેજબાની કરી રહ્યું છે. ભારતે ઇન્ડિયન ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાની મનાઈ કરી હતી. BCCIએ ICCને ઇન્ડિયન ક્રિકેટ ટીમની તમામ મેચ પાકિસ્તાનની બહાર યોજવા કહ્યું હતું. ICC સાથે લાંબી ચર્ચા બાદ પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ હેઠળ આ ટુર્નામેન્ટની યજમાની કરવા તૈયાર થયું હતું. PCBએ કેટલીક શરતો સાથે ICC સાથે સંમત થયું હતું.