ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમનું વધ્યું ટેન્શન, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
Border-Gavaskar Trophy: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી 5 ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો પ્રારંભ થશે. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાશે. ભારતીય ટીમના ખેલાડીઓ પર્થમાં પ્રેકટિસ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ટીમનો બેટ્સમેન સરફરાઝ ખાન પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. તેના જમણા હાથની કોણી પર બોલ વાગતાં પ્રેક્ટિસ અધવચ્ચેથી છોડી દીધી હતી. ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ માટે પર્થના વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન મેદાનમાં પ્રેક્ટિસ કરી રહી છે.
આ પણ વાંચો: વિરાટ અને રોહિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ પરત મેળવી શકશે? જાણો શું કહે છે આંકડા
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ સરફરાઝે ઈંગ્લેન્ડ સામે આ વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ બાદ તેણે શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે 6 ટેસ્ટ મેચની 11 ઈનિંગમાં 371 રન બનાવ્યા છે. તે ટેસ્ટમાં ત્રણ અડધી સદી અને એક સદી ફટકારી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન છે. સરફરાઝ ખાન અત્યાર સુધીમાં ભારતની બહાર ટેસ્ટ મેચ રમ્યો હતો. આ સ્થિતિમાં ઑસ્ટ્રેલિયા સામે તેની અસલી પરીક્ષા થશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું શેડ્યુલ
પ્રથમ ટેસ્ટ: 22-26 નવેમ્બર
બીજી ટેસ્ટઃ 6-10 ડિસેમ્બર
ત્રીજી ટેસ્ટઃ 14-18 ડિસેમ્બર
ચોથીથી ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર
પાંચમી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ
પેટ કમિન્સ (સુકાની), સ્કોટ બોલાન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વિની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરહ (વાઇસ કેપ્ટન), યથસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહીલ, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીંદ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર