નેશનલસ્પોર્ટસ

વિરાટ કોહલી મારી કપ્તાનીમાં રમ્યો છે, તેજસ્વી યાદવનો મોટો……

પટનાઃ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે તાજેતરમાં જ તેમના ભૂતકાળના ક્રિકેટ અનુભવો શેર કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને આરજેડી નેતા તેજસ્વીએ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છે. જોકે, તેમના બંને પગના લિગામેન્ટ તૂટી જતા તેમણે ક્રિકેટ છોડી દેવી પડી હતી.

તેમના સક્રિય દિવસો દરમિયાન એક નોંધપાત્ર ખેલાડી હોવા છતાં, તેજસ્વીને લાગે છે કે લોકો તેમની ક્રિકેટ કારકિર્દી મોટાભાગે ભૂલી ગયા છે.

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વીએ હાલમાં એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું એક ક્રિકેટર હતો, પણ તેના વિશે કોઈ વાત કરતું નથી. વિરાટ કોહલી મારી કેપ્ટનશીપમાં રમ્યો છે. શું કોઈએ ક્યારેય આ વિશે વાત કરી છે? તેઓ આ વાતો કેમ નથી કરતા? મેં એક પ્રોફેશનલ તરીકે સારું ક્રિકેટ રમ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ મારા બેચમેટ છે.’ તેણે આગળ કહ્યું, ‘મારા બંને લિગામેન્ટમાં ફ્રેક્ચર થવાને કારણે મારે ક્રિકેટ છોડવું પડ્યું. હવે તેના નિવેદન પર ક્રિકેટ ચાહકો તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો તેમના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

તેજસ્વી યાદવની ક્રિકેટ કારકિર્દીમાં 1 ફર્સ્ટ-ક્લાસ મેચ, 2 લિસ્ટ A મેચ અને 4 T20 મેચ રમવાનો સમાવેશ થાય છે. તેમણે સ્થાનિક ક્રિકેટમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કર્યું છે અને નવેમ્બર 2009માં વિદર્ભ સામે તેમની પ્રથમ મેચની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2010માં તેની બે લિસ્ટ A મેચ ત્રિપુરા અને ઓરિસ્સા સામે હતી. તેમની ચારેય T20 મેચ ઓરિસ્સા, આસામ, બંગાળ અને ત્રિપુરા સામે ધનબાદમાં થઈ હતી.

રસપ્રદ વાત એ છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2008 સીઝન દરમિયાન દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) દ્વારા તેજસ્વીને સાઇન કરવામાં આવ્યા હતા. જો કે, તેઓ 2008 થી 2012 સુધી ચાર સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમનો ભાગ રહ્યા હતા, પણ તેમને ક્યારેય રમવાની તક મળી નહોતી.

આ પણ વાંચો : અનન્યા પાંડેએ કહ્યો વિરાટને GOAT, તો આ ક્રિકેટરની થઇ મશ્કરી..

તેજસ્વી યાદવને શરૂઆતથી જ ક્રિકેટનો શોખ હતો. તેમણે નાનપણથી જ ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. તેમના પિતા લાલુ પ્રસાદયાદવ કેન્દ્રમાં રેલવે પ્રધાન બન્યા ત્યારે તેજસ્વીની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત થઇ હતી. જોકે, તેમની કારકિર્દી ટૂંકી રહી હતી. તેઓ ઓલરાઉન્ડર ખેલાડી હતા. તેમની ટૂંકી કારકિર્દીમાં તેમણે માત્ર 37 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી. જોકે, એ હકીકત છે કે રાજકીય ક્ષેત્રે તેજસ્વી યાદવે જે સફળતા મેળવી તે તેઓ ક્રિકેટના મેદાનમાં ક્યારેય મેળવી શક્યા નથી.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…