ICC TEST રેંકિંગમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓએ મારી બાજી, જાણો કોણ છે?

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક રીતે હરાવ્યા પછી સિરીઝ સરભર કરી હતી. કેપટાઉનમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ એક કરતા અનેક ઈતિહાસ રચ્યા હતા, જ્યારે આ જ ટેસ્ટ સિરીઝમાં ભારતના પ્રદર્શનને ફાયદો થયો છે. આજે આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ)એ ટેસ્ટનું રેકિંગ જારી કર્યું છે, જેમાં ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીને નોંધપાત્ર ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાના બેટર રોહિત શર્માને ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે, જ્યારે કોહલીએ પણ હાઈ જમ્પ કર્યો છે. આ ઉપરાંત, આઈસીસીના ટેસ્ટ રેકિંગમાં ટોપ ટેન બોલરમાં ભારતીય બોલરને પણ સ્થાન મળ્યું છે.
ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માને ટેસ્ટ રેકિંગમાં ચાર ક્રમનો ફાયદો થયો છે. દસમા ક્રમે રહ્યો છે, જ્યારે કોહલી છઠ્ઠા ક્રમે રહ્યો છે. વિરાટ કોહલીને ત્રણ ક્રમનો ફાયદો થયો છે. કોહલીને 775નું રેટિંગ મળ્યું છે.
ટેસ્ટ મેચમાં બેટરના રેટિંગમાં ન્યૂ ઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર કેન વિલયમ્સન ટોચના ક્રમે રહ્યો છે છે, જ્યારે ઇંગ્લેન્ડના જો રુટ બીજા ક્રમે છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ ત્રીજા ક્રમે રહ્યો છે. માર્નસ લાબુશેનને ત્રણ ક્રમનો ફાયદો થયો છે, જે ચોથા ક્રમે રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના બોલરની વાત કરીએ તો બોલિંગના રેંકિંગમાં રવિચંદ્રન અશ્વિન ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સને પણ એક ક્રમમાં ફાયદો થયો છે. બીજા ક્રમે રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના બોલર કગિસો રબાડાને એક ક્રમનું નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચોથા અને રવિન્દ્ર જાડેજા પાંચમા ક્રમે રહ્યા છે.