સ્પોર્ટસ

મુંબઈના તોફાનમાં ફસાયો (Team Indiaનો આ Cricketer, અકસ્માતનો ભોગ બનતાં બચ્યો..

મુંબઈઃ ગઈકાલે મુંબઈ પર તૂટી પડેલી આસમાની આફતે મુંબઈગરાને હેરાનપરેશાન કરી દીધા હતા. ઠેકઠેકાણે ઝાડ-થાંભલા તૂટી પડવાની ઘટનાઓ જોવા મળી હતી. લોકલ ટ્રેનો, મેટ્રો, હવાઈ સેવા ખોરવાઈ જતાં મુંબઈગરા મૂંઝાઈ પડ્યા હતા. આ તોફાનમાંથી ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર સરફરાઝ ખાન (Team India‘s Player Sarfraz Khan) પણ બચી શક્યો નહોતો અને તે મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બચી ગયો હતો.

આ પણ વાંચો:
‘Khatam kar jaldi, snow hai upar ghum ayenge’ સરફરાઝ ખાને ઈંગ્લેન્ડના ખેલાડીની ટીખળ કરી

મુંબઈમાં આવેલાં રેતીના તોફાનમાં સરફરાઝ ખાન પણ ફસાયો હતો અને તે મોટી હોનારતનો ભોગ બનતાં બનતાં બચી ગયો હતો. વાત જાણે એમ છે કે જ્યારે મુંબઈમાં આ વાવંટોળ આવ્યું ત્યારે સરફરાઝ ખાન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નેટ્સ પર બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

દરમિયાન અચાનક જ જોર-જોરથી પવન ફૂંકાવા લાગ્યો હતો અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. સરફરાઝ કંઈ પણ સમજાય અને મેદાન પરથી બહાર નીકળે એ પહેલાં તો તેના માથા પર નેટ તૂટી પડી. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પણ જોવા મળે છે કે સરફરાઝ ખાન નેટમાં ફસાઈ જાય છે. જોકે, સદભાગ્યે તેને કોઈ ઈજા પહોંચી નહોતી અને તે સુખરૂપ નેટમાંથી બહાર આવી ગયો હતો.


આ પણ વાંચો:
સરફરાઝ ખાનનો સચિન-સૂર્યા જેવો રૅમ્પ શૉટ

નેટમાંથી બહાર આવ્યા બાગ 18 નંબરની જર્સી પહેરેલા સરફરાઝ ખાનના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. સરફરાઝ ખાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી છે અને હમણાં થોડાક સમય પહેલાં રમઝાનના મહિનામાં જ તે તેના સાસરિયામાં પત્ની સાથે મોદ-મસ્તી કરતો જોવા મળ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો